Indiana Student Murder : અમેરિકાના શિકાગોમાં શુક્રવારે ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તે પેટ્રોલ પંપ પાર્ટ ટાઇમ જોબ કરતો હતો. કામ દરમિયાન પેટ્રોલ પંપ પર હથિયારબંધ લોકોને તેલંગાણાના વિદ્યાર્થીઓને ગોળી મારી હતી. મૃતકની ઓળખ 22 વર્ષીય સાઇ તેજા નુકારાપુના રૂપમાં થઇ છે.
બીઆરએસ નેતા મધુસૂદન થથાના અનુસાર, સાઇ તેજાની હત્યાના સમાચાર મળ્યા બાદ તે તેલંગાણા ખે ખમ્મમ જિલ્લામાં પહોંચ્યા. જ્યાં તેમણે મૃતકના માતા-પિતા પાસે સાથે મુલાકાત કરી. આ દરમિયાન મૃતકના માતા-પિતાએ ખુલાસો કર્યો કે સાઇ તેજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે તે ડ્યૂટી પર ન હતો, પરંતુ તે પોતાના એક મિત્રની મદદ કરી રહ્યો હતો. મિત્રએ સાંઇને ડ્યૂટી પર રોકાવવાનો અનુરોધ કર્યો હતો. બીઆરએસ નેતા મધુસૂદને કહ્યું કે તેમણે આ મુદ્દે મદદ માટે તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (ટીએએનએ) ના સભ્યો સાથે વાત કરી છે.
ભારતના કોન્સ્યુલેટ જનરલને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી
બીજી તરફ શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલને દોષીઓના વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે તે પીડિતના પરિવારને દરેક સંભવ મદદ કરશે. શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે ‘અમે ભારતીય વિદ્યાર્થી નુકારાપુ સાંઇ તેજાની હત્યાથી સ્તબ્ધ અને એકદમ દુખી છીએ. અમે દોષીઓ વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીએ છીએ. વાણિજ્ય દૂતાવાસ પીડિતના પરિવાર અને મિત્રોને મદદ કરશે.’
જીવન-નિર્વાહ માટે પેટ્રોલ પંપ પર કરતો હતો પાર્ટ ટાઇમ જોબ
જાણકારી અનુસાર સાંઇ તેજાએ ભારતમાં સ્નાતકનો અભ્યાસ પુરો કર્યો હતો, ત્યારબાદ તે એમબીએ કરવા માટે અમેરિકા જતો રહ્યો હતો. તે અમેરિકામાં પોતાના જીવન નિર્વાહ માટે પેટ્રોલ પંપ પર પાર્ટ ટાઇમ જોબ કરતો હતો.