અમરેલી તાલુકા કોંગ્રસ ઉપપ્રમુખ જયદીપ ખુમાણ સહિતના હોદ્દેદારોએ આપ્યાં રાજીનામા

HomesuratPoliticsઅમરેલી તાલુકા કોંગ્રસ ઉપપ્રમુખ જયદીપ ખુમાણ સહિતના હોદ્દેદારોએ આપ્યાં રાજીનામા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે
  • તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી રાજીનામું
  • અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ જોડાશે

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક કાર્યકરો રાજીનામાં આપી રહ્યાં છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકા કોંગ્રસ સમિતિના ઉપપ્રમુખ જયદીપ ખુમાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી રાજીનામું

જયદીપ ખુમાણ સાવરકુંડલા તાલુકાના જાબાલ ગામના સરપંચ છે અને તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ હતાં. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપતાં તાલુકા કોંગ્રેસમાં ઝાટકો લાગ્યો છે. આવતીકાલે ભાજપમાં જોડાશે અને કેસરિયો ધારણ કરશે.

આવતીકાલે ભાજપમાં જોડાશે અને કેસરિયો ધારણ કરશે

વધુમાં અમરેલી જિલ્લામાં આવતીકાલે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાશે. આવતીકાલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમા જિલ્લા પંચાયતના સભ્યો સહિત અનેક સંગઠનના હોદેદારો કેસરિયો ધારણ કરશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ શિવરાજ વીંછિયા ભાજપનો ખેસ ધારણ કરશે.

અનેક હોદેદારો આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે

અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અખિલ ભારતીય ઓ. બી. સી.સમાજના કાર્યકારી અધ્યક્ષ પ્રભાત કોઠિવાલ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાશે. જિલ્લા પંચાયતના સદસ્ય રાણેશ્રીબેન લાખણોત્રા. જે. ડી. કાછડ, ઉપેન્દ્ર બોરીસાગર સહિતના સભ્યો સહિત અનેક હોદેદારો આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon