અરવલ્લી: મોડાસાના ગળાદર પાસે ગોઝારો અકસ્માત થયો છે. આ કાર અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેના પુલ પરથી નીચે પટકાઈ હતી. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. હાલ ટીંટોઈ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ મૃતકોને શામળાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અરવલ્લીમાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા, બે પુરુષ અને એક બાળકીનું મોત નીપજ્યું છે. આ લોકો શામળાજી મંદિરે દર્શન કરીને પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માતમાં કાર પુલ પરથી નીચે પટકાઈ હતી. જેના કારણે કારના મોટાભાગના સ્પેરપાર્ટ્સ અલગ થઈ ગયા હતા. કારની નંબર પ્લેટ પણ તૂટીને દૂર પડી ગઈ હતી. નોંધનીય છે કે, આ ગોઝારો અકસ્માત સર્જનાર કારનો નંબર GJ07DE 6960 છે.
ભરૂચના હાંસોટ પાસે અકસ્માતમાં ત્રણ લોકોનો મોત
આજે વહેલી સવારે હાંસોટના શેરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે આ ગોઝારો અકસ્માત ભરૂચના હાંસોટ શેરા ગામ પાસે ઘટ્યો હતો. આ અંગે હાલ હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચના હાંસોટના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. આ ત્રણ મૃતકો કારમાં સવાર હતા. મળતી માહિતી પ્રમાણે આ પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો હતો તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર