Nilesh Rana, Banaskantha: આંતરરાષ્ટ્રીય શિલ્પકારોને ભારતીય શિલ્પ સ્થાપત્યની લાક્ષણિકતાઓ જાણવાની તક પુરી પાડવાના ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આવેલા સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ (SAPTI) માં ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે શુભારંભ કરાવ્યો હતો. તા.19 મી જાન્યુઆરી થી 7 ફેબ્રુઆરી સુધી 20દિવસ સુધી ચાલનારા આ સિમ્પોઝીયમમાં દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને રોમાનિયા સહિતના 10 દેશોના 12 શિલ્પકારો ભાગ લઇ રહ્યા છે.
પથ્થરો પર શિલ્પકારી કરી ઉત્તમ શિલ્પોનું નિર્માણ કરશે
અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના 10 દેશોના 12 જેટલા શિલ્પકારો ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો હિસ્સો બન્યા છે, ત્યારે સાપ્તિ દ્વારા તેમના રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિલ્પકારો 20 દિવસ સુધી અહીં રહીને અંબાજી અને અરવલ્લી ગિરિમાળાના પથ્થરો પર શિલ્પકારી કરી ઉત્તમ શિલ્પોનું નિર્માણ કરશે. સમગ્ર ગુજરાતમાં આરસપહાણની 30 જેટલી ખાણો અંબાજીમાં આવેલી છે.
જેમાંથી વાઈટ માર્બલ, સેકન્ડ વાઈટ, પેન્થર અને અડંગો સહિતના પથ્થરો અને ગ્રીન માર્બલ પણ નીકળે છે જેથી ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ ગણાય છે.
‘‘SAPTI’’ એ ભારતીય શિલ્પકારોના કૌશલ્ય- વર્ધન માટે કાર્યરત સંસ્થા છે
વિશ્વના શ્રેષ્ઠ સ્ટોન આર્ટિસ્ટો કે જેમણે પોતાના દેશમાં પોતાની શિલ્પકારીમાં નામ બનાવ્યું છે. એવા ઉત્તમ કલાકારોને આ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ માં સાપ્તિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
News18ગુજરાતી
જેમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, સાપ્તિના સ્ટેટ ડાયરેક્ટર વીણા પડીયા, સાપ્તીના ક્યુરેટર એન્ડ ડાયરેકટર નીતિન દત્ત અને જીએમડીસીના અધિકારી જીયોલોજીસ્ટ ગુરૂપ્રિતસિંઘ સહિતના મહાનુભાવોએ વિદેશી મૂર્તિકારોનું અંબાજીમાં સ્વાગત છે એમ કહી શિલ્પ સંગમ ઉદ્ઘાટન સમારોહને ખુલ્લો મુક્યો હતો
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર