Women’s Premier League 2025 Final Delhi Capitals vs Mumbai Indians : મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજી વખત ચેમ્પિયન બન્યું છે. મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈ વુમન્સે 20 ઓવરમાં 7 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 141 રન બનાવી શક્યું હતું.
વિમેન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન
વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી અને મુંબઈની ટીમ પ્રથમ સિઝનમાં વિજેતા બની હતી. બીજી સિઝનમાં એટલે કે વર્ષ 2024માં આરસીબીએ જીત મેળવી હતી અને ચેમ્પિયન બની હતી. 2025માં મુંબઇ ફરી એક વખત ચેમ્પિયન બની છે.
- પ્રથમ સિઝન – મુંબઈ ઇન્ડિયન્સ
- બીજી સિઝન – રોયલ ચેલેન્જર્સ બેંગલુરું
- ત્રીજી સિઝન – મુંબઈ ઇન્ડિયન્સ
દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ
-મુંબઈ તરફથી બ્રન્ટે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-મિન્નુ માની 2 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી મેથ્યુસની ઓવરમાં કેચ આઉટ.
-શીખા પાંડે પ્રથમ બોલે બ્રન્ટની ઓવરમાં બોલ્ડ.
-મરેઝિને કપ્પ 26 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 40 રને બ્રન્ટની ઓવરમાં કેચ આઉટ થઇ.
-સારાહ બ્રાઇસ 5 રને રન આઉટ.
-જેમિમાહ રોડ્રિગ્સ 21 બોલમાં 4 ફોર સાથે 30 રને એમેલિયા કેરનો શિકાર બની
-સધરલેન્ડ 5 બોલમાં 2 રન બનાવી સ્ટમ્પિંગ આઉટ.
-દિલ્હીએ 8.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-જેસ જોનાસેન 15 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી એમેલિયા કેરની ઓવરમાં કેચ આઉટ.
-શેફાલી વર્મા 9 બોલમાં 4 રને એલબી આઉટ થઇ.
-મેગ લેનિંગ 9 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી બ્રન્ટની ઓવરમાં બોલ્ડ થઇ.
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ
-અમનજોત કૌર 14 અને સંસ્કૃતિ ગુપ્તા 8 રને અણનમ.
-જી કામાલિની 7 બોલમાં 1 સિક્સર સાથે 10 રને આઉટ.
-હરમનપ્રીત કૌર 44 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે 66 રને સધરલેન્ડની ઓવરમાં કેચ આઉટ થઇ.
-સજીવન સજના બે બોલમાં ખાતું ખોલાયા વિના જાનેસનની ઓવરમાં એલબી આઉટ.
-અમેલિયા કેર 3 બોલમાં 2 રન બનાવી જોનાસેનની ઓવરમાં કેચ આઉટ થઇ.
-મુંબઈ ઇન્ડિયન્સે 14.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-નેટ સાઇવર બ્રન્ટ 28 બોલમાં 4 ફોર સાથે 30 રન બનાવી ચાર્નીનો શિકાર બની.
-હરમનપ્રીત કૌરે 33 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
-મુંબઈ ઇન્ડિયન્સે 9.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-યાસ્તિકા ભાટિયા 14 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી મેરેઝિને કપ્પની ઓવરમાં કેચ આઉટ.
-હેલે મેથ્યુસ 10 બોલમાં 3 રન બનાવી મેરેઝિને કપ્પની ઓવરમાં બોલ્ડ.
-દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ : હેલે મેથ્યુસ, અમેલિયા કેર, નેટ સાઇવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સજીવન સજના, જી કામાલિની, સંસ્કૃતિ ગુપ્તા, શબનિમ ઇસ્માઇલ, શૈકા ઇશાક.
દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેસ જોનાસેન, જેમિમાહ રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, મેરિઝેને કપ્પ, સારાહ બ્રાઇસ (વિકેટકીપર), નિકી પ્રસાદ, મિન્નુ માની, શિખા પાંડે, શ્રી ચાર્ની.