સુજલામ સુફલામ્ નાયબ કાર્યપાલક ઈજનેરે શ્રીફળ વધેરી
સરસ્વતી તાલુકાના નાયતા ગામનું તળાવ સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં અઘાર, વડિયા, મોરપા, નાયતા, ચારૂપ અને બાલવા ગામના સુજલામ સુફલામ્ નહેર દ્વારા નર્મદા નીરથી તળાવો ભરવામાં આવી રહ્યા છે. સરસ્વતી તાલુકાના મોરપા અને વાગડોદ ગામ નજ
.
મોરપા ગામ નજીક સુજલામ સુફલામ કેનાલમાંથી મોરપા ગામ સુધી પાઈપલાઈન નાખી નાયતા ગામનું તળાવ ભરવા પાણી છોડવામાં આવ્યું હતું. ગામના ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે. જેનાથી મોરપા, નાયતા, ચારૂપ, વડિયા, વાયડ, અઘાર, ચારૂપ અને બાલવા ગામ તેમજ તળાવના આજુબાજુના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળી રહે તેમજ તેની આજુબાજુના ભૂગર્ભ સ્તરમાં વધારો થશે તેવું સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. સરસ્વતી તાલુકાના નાયતા ગામના તળાવમાં પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં અને આજુબાજુના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. આ પ્રસંગે એચ.જી પ્રજાપતિ મદદનીશ ઈજનેર સુજલામ સુફલામ્,રાજુભાઈ બારોટ કોન્ટ્રાકટર, જીલણજી ઠાકોર અને દિનેશજી ઠાકોર સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.