- જુનાગઢ જિલ્લામાં કેશોદ સહીત સાર્વત્રિક વરસાદ
- કેશોદના પ્રાંસલી ગામે ગોઝવેમાં ટ્રેક્ટર તણાયું
- પુરના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટરચાલકનો બચાવ
કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે આવેલ કોઝવે પરથી એક ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પૂરના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા, આ અંગે ગામના સરપંચ કિશોરભાઈ બાબરિયાએ જણાવ્યું કે, ગામના દોલતભાઈ કરણાભાઈ પારેડી ટ્રેક્ટર લઈને ખેતરેથી ગામમાં આવતા હતા ત્યારે અચાનક ગામની નદીના કોઝવે પરથી પસાર થતી વેળાએ પુર આવતા તેમનું ટ્રેક્ટર પાણીના પુરમાં તણાવા લાગતા તેઓ નીચે ઉતરીને નીકળી ગયા હતા, જયારે તેમનું ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયેલ પરંતુ સામે કાઠે ગામના લોકોએ આ ટ્રેક્ટરને મહામહેનતે બહાર કાઢી લીધું હતું.
જુઓ વિડીયો….