- જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ મેળામાં હર્ષ સંઘવી હાજર
- વ્યાજખોરો સામે ચલાવેલ અભિયાન અંતર્ગત આયોજન
- 1384 લાભાર્થીઓને વિવિધ લોન દ્વારા સહાય
જિલ્લા પોલીસ વ્યારા દ્વારા લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ખાનગી ફાઈનાન્સરો તેમજ વ્યાજખોરો સામે ચલાવેલા અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
અનેક લાભાર્થીઓએ લાભ લીધો
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગરમાં આવેલા શ્યામાપ્રસાદ મુખરજી હોલમાં તાપી પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઘણા સમયથી ખાનગી વ્યાજખોરો દ્વારા વ્યાજથી રૂપિયા લેનારાઓનું શોષણ કરવામાં આવતું હતું અને તેની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. અનેક પરિવારો વ્યાજ ચક્રમાં ફસાઈ જીવન તબાહ કરી દેતા હતા. તેની સામે પોલીસ વિભાગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓએ લાભ લીધો હતો. અને બેંકો દ્વારા તેમને સીધું ધિરાણ કરવામાં આવ્યું હતું.
વ્યાજમાંથી મુક્ત કરવા વ્યારા પોલીસનો પ્રયાસ
ત્યારે આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લા પોલીસ દ્વારા 1384 જિલ્લાના નગરજનોને 36.36 કરોડ રૂપિયાની વિવિધ પ્રકારની લોનો મંજૂર કરીને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકોને વ્યાજમાંથી મુક્ત કરાવવાનો આ અવસર તાપી જિલ્લા પોલીસને પ્રાપ્ત થયો છે. એમાંથી મોટાભાગના લોકોને ચેક આપવામાં આવ્યા છે. અનેક લોકો અહીંયા ફોર્મ ભરીને આ લોન લેવાનો લાભ લઈ શકે છે. સરકાર દ્વારા આપ સૌ પરિવારજનોને કોઈ પણ પ્રકારના વ્યાજના સકંજામાં ફસાઈ નહિ અને સરકારની વિવિધ યોજનાઓ થતી પોતપોતાનો રોજગાર પોત પોતાનો વેપાર ચલાવી શકે તે માટે અનેક યોજનાઓનો લાભ મળતો હોય છે. સરકારી તંત્ર વહીવટી તંત્ર સાથે મળીને જે કામગીરી ચાલી રહી છે.