Visnagar: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ઋષિકેશ પટેલે લીધી મુલાકાત

HomeVisnagarVisnagar: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ઋષિકેશ પટેલે લીધી મુલાકાત

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • ઋષિકેશ પટેલે પોતાના મતવિસ્તાર વિસનગરની લીધી મુલાકાત
  • વાહનોમાં પાણી ભરાઈ જતાં થયા બંધ

આજે વહેલી સવારથી વિસનગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી છે. વાહનોમાં પાણી ભરાઈ જતાં ધક્કો મારીને વરસાદી પાણીથી વાહનો બહાર કાઢવા પડ્યા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતાના મતવિસ્તારની મુલાકાતે

મહેસાણાના વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતાના મતવિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. વિસનગરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. વરસાદના કારણે ખેડૂતોના પાકને જીવતદાન મળશે અને ખેડૂતો આર્થિક નુકસાનમાંથી બચી જશે.

Mehsana: ગોપીનાળામાં પાણીમાં 13 લોકો ફસાયા, રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા

મહેસાણામાં ગોળીનાળામાં વરસાદી પાણી ભરાયા છે અને જેના પગલે પાણીમાં 13 લોકો ફસાઈ ગયા છે. ટ્રેક્ટરમાં સવાર થઈને 13 લોકો ગોળીનાળામાંથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયુ હતુ અને તમામ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી અને તમામ લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે, જેમાં આજે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ શહેરમાં મોડી રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી સમયમાં પણ વધુ વરસાદ આવી શકે છે, આજે ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 127 રસ્તાઓ બંધ કરાયા

રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખરાબ રીતે ખોરવાયુ છે. જેમાં રાજ્યના 127 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ભારે વરસાદને પગલે રાજ્યમાં નવા નીર આવક પણ મોટા પ્રમાણમાં થઈ છે. રાજ્યના અનેક ડેમ વરસાદી પાણીથી છલકાય ઉઠ્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon