વિસનગર એ.પી.એમ.સી ભોજનાલય હોલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ તેમજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનના જવાનો રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાને ઠંડા અને ગરમ પાણીનો જગ એ.પી.એમ.સી તરફથી આપવામાં આવ્યો હતો.
મધર્સ ડે નિમિત્તે વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાની માતાના આર્શીવાદ લઈ મધર્સ-ડે માટે સર્વ માતાઓને વંદન કર્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન APMC ભોજનાલય ખાતે કરાયું હતુ. આ કેમ્પમાં આશરે આરોગ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આજના દિવસે ભારત માતામાં વસ્તી તમામ માતાઓને આજના દિવસની શુભેચ્છા. ભારતમાતાની રક્ષા કાજે અને ભારતમાતાની સમૃધ્ધિ માટે સમગ્ર દેશ એકજુથ થઈ મહેનત કરતો હોય ત્યારે આ માતાઓનું સંતાનો થકી ભારત માતાની ચિંતા થતી હોય છે તેમના સંતાનો માટે વિસનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એ.પી.એમ.સી વિસનગર દ્વારા કરાયું હતુ અને બ્લડ કેમ્પમાં 550 બોટલ રક્ત એકત્ર થયું છે. આગામી સમયમાં આ કેમ્પેન ગુજરાત રાજ્યમાં ચાલશે. જેને પણ જરૂર પડે તેને ત્વરીત રક્ત સરકારી સંસ્થાનો તેમજ ખાનગી સ્ટોરેઝમાંથી મળી રહેશે તેનું સરકાર ધ્યાન રાખશે. આ રક્તદાન કેમ્પમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, APMCના ચેરમેન પ્રિતેશ પટેલ, હરેશભાઈ ચૌધરી વાઈસ ચેરમેન, તા.પં.ના પ્રમુખ પુષ્પાબેન તેમજ આરોગ્ય અધિકારી આર.ડી પટેલ તેમજ આરોગ્ય ખાતાના સ્ટાફે સેવા આપી હતી તેમજ રક્તદાતાઓ, પોલીસના જવાનો હાજર રહી રક્તદાન કર્યું હતુ.
[ad_1]
Source link