- શ્રામયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કૅમ્પનું આયોજન કરાયું
- કૅમ્પમાં આશરે 210 જેટલા લાભાર્થીઓએ લાભ મેળવ્યો
- ઈ – નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેલ હોય તેવા લાભાર્થીઓ નો દિવસ દરમ્યાન ધસારો ચાલુ રહ્યો,
વિરપુરના રસુલપુર જમઝર મંદિર ખાતે ગુજરાત સરકાર દ્વારા શ્રામયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રોજગાર પુરો પાડવાની યોજના માટે ઈ – નિર્માણ શ્રામિક લાભાર્થીઓને વધુને વધુ ને સરકારની યોજનાઓથી વંચિત લાભાર્થીઓ લાભ મેળવે તે હેતુથી નોર્થસ્ટાર મેડિકલ ટીમ દ્વારા સરકાર ના લાભોથી વંચિત લાભાર્થીઓ માટે મુહિમ ચલાવી અઢાર પ્રકારના ફ્રી – હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ફ્રી – હેલ્થ ચેકઅપ નો લાભ મેળવવા આશરે 210 જેટલા લાભાર્થી ઓની લાંબી કતારો લાગી હતી,જેમાં નવા ઈ. નિર્માણ શ્રામિક કાર્ડ પણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા,ઓનલાઇન કાર્ડ કઢાવવા શ્રામિક લાભાર્થીઓ તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી આવ્યા હતા,ગુજરાત સરકાર ની મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય,શિક્ષણ સહાય, શ્રામિક પરિવહન યોજના, પ્રસુતિ સહાય,અકસ્માત સહાય જેવી દસ જેટલી યોજનાઓનો અને અઢાર પ્રકારના ફ્રી -હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા જેમાં ECG, બ્લડ ચેકઅપ કરવામાં આવ્યા,,તેમજ ઈ – નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેલ હોય તેવા લાભાર્થીઓ નો દિવસ દરમ્યાન ધસારો ચાલુ રહ્યો,
ફ્રી – હેલ્થ ચેકઅપમાં નોર્થ સ્ટાર મેડિકલ સ્ટાફ્,તેમજ મહીસાગર જિલ્લા પ્રોજેક્ટ મેનેજર વિષ્ણુભાઈ પંચાલની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો.