વિરમગામ શહેરના તેલ, ઘી, ગોળ,અનાજ અને કપાસ ખોળના જથ્થાબંધ વિક્રેતા પીઠા ગોળપીઠા બજાર વિસ્તારમાંથી અગિયાર કેવી વીજ પ્રવાહ ધરાવતા વીજ તારની લાઈન પસાર થાય છે.
તેમજ અહીંયા એક વીજ ડીપી (ટ્રાન્સફેર્મર) પણ થાંભલાઓ પર બાંધવામાં આવેલું છે. આ જથ્થાબંધ પીઠા વિસ્તારમાં મોટી મોટી ટ્રકો માલસામાન ભરેલો લઈ આવે જાય છે. ત્યારે રવિવારે વહેલી સવારે એક ટ્રકના માલસામાનમાં વીજ વાયરો ફ્સાઈ જવાથી અથવા ટ્રક વીજ થાંભલા સાથે અથડાવાથી વીજ પોલ વીજ ડીપી સાથે તુટી પડયા હતા તેમજ વીજ પ્રવાહ વહન કરતા તારો પણ તૂટીને નીચે જમીન પર ખાબક્યા હતા.
જેમાં વધુ એક વીજ પોલ પણ ઝુકી ગયો હતો. ગીચ બજાર ધરાવતા આ વિસ્તારમાં અકસ્માત વહેલી સવાર અને રવિવારના દિવસે સર્જાયો હોવાથી કોઈ માનવ આવનજાવન નહીં હોવાથી મોટી ઘાત માથેથી ટળી હતી. બનાવની જાણ યુજીવીસીએલ વિભાગમાં થતા વીજ પ્રવાહ આ વિસ્તારમાં તુરત જ બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ વીજ લાઈનનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતુ. શહેરના વીજ ઇજનેરે આ અકસ્માત કોઈ ઓવરલોડ સામાન ભરેલી ટ્રકમાં વાયરો ફ્સાવાથી સર્જાયો હોવાનું તેમજ રૂ. પચાસ હજાર જેટલું અંદાજિત નુકશાન થયાનું જણાવ્યુ છે. ત્યારે ગોળપીઠા વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે આ વિસ્તારમાં વીજ તારોની લાઈન અવારનવાર નીચી ઝુલી પડતી હોવાથી ઊંચાઈ પર બાંધીને સમયાંતરે તેની તકેદારી રાખવા માંગ કરી છે.
[ad_1]
Source link