VIDEO: ગાય ગોહરી ઉત્સવ: રાજ્યના આ જિલ્લામાં નવા વર્ષે ઉજવાય છે અનોખો પારંપરિક તહેવાર | Unique traditional Dahod Cow Gohari festival celebrated in New Year in Dahod district of Gujarat

HomeDahodVIDEO: ગાય ગોહરી ઉત્સવ: રાજ્યના આ જિલ્લામાં નવા વર્ષે ઉજવાય છે અનોખો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Dahod Cow Gohari Festival : ગુજરાતના દાહોદ જિલ્લામાં નવા વર્ષે અનોખા પારંપરિક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં જિલ્લાના લીમડી, અભલોડ, ગરબાડા, ગાંગરડી ગામ ખાતે ગાય ગોહરી ઉત્સવ ઉજવવામાં આવે છે. 

ગાય ગોહરી ઉત્સવની પરંપરા

ગાય ગોહરી ઉત્સવમાં ગોવાળિયા દ્વારા નવા વર્ષે પોતાની ગાયોને વિવિધ રંગોથી રંગવામાં આવે છે અને ભગવાનના આશીર્વાદ લીધા પછી તહેવાર ઉજવાય છે.

ગામના ચોકમાં મોટી સંખ્યામાં ગાયોને દોડાવવામાં આવે છે

આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં ગાય ગોહરી ઉત્સવની પરંપરામાં ગામના ચોકમાં મોટી સંખ્યામાં ગાયોને દોડાવવામાં આવે છે. આ પરંપરામાં માનતા રાખેલા લોકો દંડવત પ્રણામ કરીને તહેવાર મનાવે છે, જેમાં તેમના શરીર પરથી બળદો પણ પસાર થાય છે.

આ પણ વાંચો : સિંધુ સભ્યતા-હડપ્પન સંસ્કૃતિ જોવી હોય તો પહોંચી જાઓ કચ્છ, આ તારીખ સુધી ખુલ્લી રહેશે નવી ટેન્ટ સિટી

એવું માનવામાં આવે છે, આ વિસ્તારોમાં ખેતી કરવા માટે ગાયનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતી કરતી વખતે જો ભૂલથી પણ ગાયનો મારવામાં આવ્યું તો, તેના માફી સ્વરૂપે આ તહેવારમાં બાધા પૂર્ણ કરીને માફી માંગવામાં આવે છે. 

આ પણ વાંચો : દ્વારકાધીશને સોનાનો શણગાર, બેસતા વર્ષે ભગવાનના આશીર્વાદ લઈ ભક્તોએ કરી નવ વર્ષની શરૂઆત

આ પરંપરાની નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે, પરંતુ કોઈ પ્રકારનું નુકસાન થતું નથી.





Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon