Amreli News : અમરેલીના વડીયા પંથકના નિઃસંતાન કાકીની અંતિમ ઈચ્છા ભત્રીજાઓએ પૂરી કરી. જેમાં 101 વર્ષના કાકાનું નિધન થતા ભત્રીજાઓએ બેન્ડવાજા સાથે સ્મશાનયાત્રા નીકાળીને કાકીની ઈચ્છા પૂર્ણ કરી હતી.
ભત્રીજાઓએ કાકીની અંતિમયાત્રા બેન્ડવાજા સાથે નીકાળી
અમરેલીના વડીયા પંથકના ખાન ખીજડીયા ગામમાં રહેતા માજીને કોઈ સંતાન ન હોવાથી ભત્રીજાઓે સાથે રહેતા હતા. માજીનું 101 વર્ષની ઉંમર નિધન થયું. માજીની અંતિમ ઈચ્છા હતી કે, ‘મારી પાછળ કોઈએ શોક વ્યક્ત કરવો નહીં, પરંતુ હસતા-હસતા મને વિદાય આપવી.’ માજીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભત્રીજાઓએ વાજતે-ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી.
આ પણ વાંચો: આગામી 27-28 તારીખે વરસાદની આગાહી, જાણો ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે માવઠું
માજીના જીવન અને સ્વાસ્થ્ય અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, ‘માજીનું જીવન ભક્તિમય હતું. સવારથી જ સ્વામિનારાયણના પૂજાપાઠ કરતા અને મહાદેવના મંદિરે દર્શને જતા હતા. માજીની 101 વર્ષની ઉંમર થઈ હોવા છતા ક્યારેય બીમાર પડ્યા નથી. આ ઉપરાંત, માજી સેવાકાર્ય માટે દાન પણ આપતા હતા.’