Goods Train Derailed : રાજ્યમાં તાપીના વ્યારા રેલવે સ્ટેશન પાસે માલગાડી સાથે દુર્ધટના સર્જાઈ છે. પ્લેટફોર્મ નંબર એક પરથી માલગાડી મેઇન લાઈન પર જઈ રહી હતી, ત્યારે ચાર નંબરનું વેગન પાટા પરથી અચાનક ઉતરી ગયું હતું. જેને લઈને રેલવે દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દુર્ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાયો હતો. જો કે, આ રેલ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની ન થઈ હોવાના અહેવાલ સામે આવ્યાં છે.
આ પણ વાંચો : ગુજરાતભરમાં RTOનું સર્વર ગઈકાલથી ઠપ, હજારો લોકોને ધક્કો પડ્યો, કાલનું પણ નક્કી નહીં