VIDEO: મોરબીની જેલમાંથી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયો દુષ્કર્મનો કેદી, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાઈરલ | Rape prisoner goes live on Instagram from Morbi jail Video Viral

HomeMorbiVIDEO: મોરબીની જેલમાંથી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયો દુષ્કર્મનો કેદી, વીડિયો સોશિયલ મીડિયા...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Morbi Jail Accused : મોરબીની જેલમાંથી દુષ્કર્મનો આરોપી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી લાઈવ થતાં જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ, કેદી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા મોરબી જેલ ફરીથી વિવાદમાં આવી છે. 

મોરબીની જેલનો કેદી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ

મોરબીની જેલમાં બાબુ દેવા કનારા નામનો કેદી મોબાઈલનો ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જ્યારે જેલમાં આરોપી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો?, આરોપીને કોણે ફોન આપ્યો?, જેલમાં ઈન્ટરનેટ ક્યાંથી? સમગ્ર મામલે જેલ તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. 

આ પણ વાંચો : સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 1600 ઘરોમાં 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન

મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલો આરોપી બાબુ દેવા કનારા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિત હૈદરાબાદમાં લૂંટનો પણ ગુનો નોંધાયેલો છે. ભુજ, પોરબંદર સહિતની જેલમાં સજા ભોગવી ચૂકેલો આરોપી બાબુ છેલ્લા છ મહિનાથી મોરબીની જેલમાં હોવાની જાણકારી મળી છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon