VIDEO: ‘અરે તુ ગલી ક્રિકેટ રમે છે કે શું…’, યશસ્વી જયસ્વાલ પર જ્યારે ગુસ્સે થયો હતો રોહિત શર્મા | Rohit Sharma Angry at Yashasvi Jaiswal for Playing Gully Cricket

0
7

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાં ભારતની કારમી હાર બાદ ભારતીય ચાહકો ખૂબ દુઃખી છે. તો હવે મેચમાં એક બે નહી પરંતુ 6 કેચ છોડનાર ખેલાડી યશસ્વી જયસ્વાલનો મેદાન પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકો યશસ્વી પર જોરદાર ભડક્યા છે. ઈંગ્લેન્ડના દર્શકોની સામે મસ્તીમાં ડાન્સ કરતા યશસ્વીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજી ઈનિંગમાં બેન ડકેટનો કેચ છોડ્યા પછી થોડી જ વારમાં ડાન્સ કરવા લાગ્યો હતો. આ જોઈને ચાહકો તેના પર ભડક્યા છે. તેણે એક બાદ એક કેચ છોડીને ઈંગ્લેન્ડને મેચ ગિફ્ટ કરી દીધી અને ઉપરથી આ ડાન્સ કરી રહ્યો હતો. 

આ પણ વાંચો: આ તો કોઈને ઊંડા સમુદ્રમાં ધકેલવા જેવું…’ પહેલી ટેસ્ટ હારતાં જ ગિલની વહારે ગૌતમ ગંભીર

આ દરમિયાન તત્કાલિન કેપ્ટન રોહિત શર્માએ જયસ્વાલનો ગ્રાઉન્ડ પર જોરદાર ક્લાસ લઈ લીધો હતો. એક યુઝરે આ વીડિયોને શેર કરતાં લખ્યું હતું કે, ‘જયસ્વાલ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રોહિતનો પાઠ ચૂકી રહ્યો છે.’

આ પણ વાંચો: નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ, ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

‘અરે જેસી, તુ ગલી ક્રિકેટ રમી રહ્યો છે શું…’

આ વીડિયોની ક્લિપમાં યશસ્વી જયસ્વાલ કેચ છોડતાં તો જોવા મળી રહ્યો છે, પરંતુ બોલ ક્યા જઈ રહ્યો છે, તેનો પણ તેને કોઈ અંદાજ ન હોવાનું જોવા મળી રહ્યું છે. બોલ દૂર છે પરંતુ તે પોતાની જગ્યા પર એવી રીતે કૂદી રહ્યો છે, જાણે પોતે બોલથી પોતાની જાતને બચાવી રહ્યો છે. તેના પર કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અરે જેસી, તુ ગલી ક્રિકેટ રમી રહ્યો છે કે શું, નીચે બેસ, જ્યા સુધી બોલ ન રમાય, ત્યાં સુધી નીચે બેસી રહેજે, ઉભો ના થઈશ, બેસ નીચે.’ 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here