ગીરસોમનાથ જિલ્લાના વેરાવળની ફિશિંગ બોટનો દરિયામાં અકસ્માત થયો છે.શિપે બોટને ઠોકર મારતા બોટને 401 લાખનું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.અંબુજા કંપનીની લક્ષ્મી નામની શિપને સીઝ કરવામાં આવી છે અને મરીન પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.દરિયામાં શિપ અને બોટ વચ્ચે અકસ્માત થતા આ ઘટના સર્જાઈ હતી.
મરીન પોલીસે નોંધ્યો ગુનો
મરીન પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.વેરાવળની ફિશિંગ બોટને દરિયામાં શિપે ઠોકર મારતા માલસામાનને પણ નુકસા થયું છે.રાત્રીના સમયે ફિશિંગ બોટને ઠોકર મારીને અન્ય શિપ ભાગી ગયું હતુ,તો શિપ પર અક્સમાતના પુરાવા મળતા કાર્યવાહી હાથધરાઈ છે.વેરાવળના ભીડીયા વિસ્તારના માછીમારની ફિશિંગ બોટને નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.
રાત્રીના સમયે બની ઘટના
દરિયામાં રાત્રીના સમયે શિપે બોટ સાથે અકસ્માત કરતા નુકસાન થયું હોવાની વાત સામે આવી છે,માછીમારોએ રાત્રીના સમયે મરીન પોલીસનો સંપર્ક કર્યો હતો તો પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી હતી,મહત્વનું છે કે રાત્રીના સમયે ઘણીવાર બોટને અકસ્માત થવાની ઘટના બનતી હોય છે.મોટી શિપને નાની બોટ ના દેખાકા અકસ્માત થતો હોય છે,ત્યારે પોલીસની કાર્યવાહીમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું.
વેરાવળમાં વરસાદમાં એક બોટ ડૂબી
વેરાવળ બંદરમાં એક ફિશિંગ બોટ દરિયામાં ડૂબી છે. પોરબંદરની ફિશિંગ બોર્ડ ભારે વરસાદના કારણે વેરાવળ બંદર પર લગાડવામાં આવી હતી. આ બોટ એન્કર પરથી છૂટી જતા બોટમાં પાણી ભરાયું હતું અને બોટ જળમગ્ન બની હતી. બોર્ડમાં સવાર ચાર ખલાસી અને એક ટંડેલનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.