- પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ
- પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધી અટકાયત કરી
- પ્રેમી યુવકે પરણીતા સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી
વેરાવળમાં બે સંતાનની માતાને પાડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારી છ મહિનાથી શારીરીક શોષણ કરવાની સાથે લગ્ન કરતો ના હતો. જેથી વિશ્વાસઘાતની લાગણી અનુભવતા પરણીતાએ ફરીયાદ કરતા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી પ્રેમી યુવકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો
આ ચકચારી કિસ્સા અંગે વિભાગીય પોલીસ અધિકારી વી. આર. ખેંગારે માહિતી આપતા જણાવ્યું હતું કે, વેરાવળમાં રહેતા યુવકની પાડોશમાં રહેતી બે સંતાનની માતા સાથે આંખ મળી જતા બંન્નેને પ્રેમ થયો હતો. પ્રેમી યુવકે પરણીતા સાથે લગ્ન કરવાની સાથે તેના બંન્ને સંતાનોને સાચવશે તેવો વિશ્વાસ અપાવી દુષ્કર્મ આચાર્યુ હતું. બાદમાં ઘણા સમયથી પરણીતા લગ્ન કરવાની વાત કરતી ત્યારે પ્રેમી યુવક ગલ્લા તલ્લા કરીને વાત ટાળી દઈ શારીરીક શોષણ કરતો હતો. આવું છ-એક મહિનાથી ચાલી રહ્યું હોવાથી પરણીતાને વિશ્વાસઘાત થઈ રહ્યાની લાગણી અનુભવી હતી.
જેથી ઉપરોકત સમગ્ર હક્કીત સાથે પરણીતાએ પ્રેમી યુવક સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને પ્રેમી યુવકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.