રાજ્યમાં દરેક જગ્યાએ છેલ્લા કેટલાય સમયથી અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગીરસોમનાથ જિલ્લાની વેરાવળ નગરપાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. બોગસ માપણી સીટ રજૂ કરી લે આઉટ પ્લાનની મંજૂરી મેળવી લેવામાં આવતી હોવાનું કૌભાંડ પકડાયું છે. કરોડો રૂપિયાની કિંમતની જમીનમાં કૌભાંડ આચરાયું છે. આ સમગ્ર કૌભાંડ જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા ભાંડો ફૂટ્યો છે.
બિનખેતી જમીનમાં રસ્તાનો ખોટો નક્શો દર્શાવ્યો
તમને જણાવી દઈએ કે હાલમાં DLR કચેરીના આસિસ્ટન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોમનાથ શિવ પોલીસ ચોકી નજીક આ જગ્યા આવી છે. બિનખેતી જમીનમાં રસ્તાનો ખોટો નક્શો દર્શાવ્યો છે. 18 મીટરના રસ્તાને બદલે 10 મીટરનો દર્શાવ્યો છે અને બોગસ માપણી સીટ રજૂ કરવામાં આવી હતી. સરકારી નિયમ વિરુદ્ધ લે આઉટ મંજૂર કરવામાં આવ્યો છે. એક મહિલા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ભરત ઠકરાર, હિતેશ ઠકરાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
[ad_2]
Source link