ગીર સોમનાથમાં દીપડાએ બાળકીને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે,ઘરના ફળીયમાં બાળકી રમતી હતી તે દરમિયાન દીપડો બાળકીને ઉઠાવીને જંગલ વિસ્તાર તરફ ભાગ્યો હતો.બાળકીના પિતાએ દીપડા પાછળ દોટ મૂકી હતી પરંતુ તે પોતાની બાળકીને છોડાવી શકયા ન હતા,થોડેક દૂરથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.
વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે
ગીર સોમનાથ પંથકમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે,આ આતંક પહેલી વારનો નથી પણ હજારો વખત દીપડાનો ત્રાસ લોકો સહન કરી ચૂકયા છે.બાળકી જયારે ઘર આંગણે રમતી હતી તે વખતે દીપડો આવીને તેને ઉઠાઈ ગયો હતો અને બાળકીનું મોત થયું હતુ,સમગ્ર ઘટનાને લઈ વન વિભાગે પાંજરૂ મૂકીને દીપડાને ઝડપી પાડયો હતો.વન વિભાગ દ્રારા બાળકીના મોતને લઈ પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતુ,ગામના સ્થાનિકોનું કહેવું છે કે વન વિભાગ કામગીરી કરીને દીપડાને પકડતું નથી અને દીપડો લોકોના ઘરો સુધી પહોંચી જાય છે.
માંગરોળના ઇસનપુર ગામે દીપડો પાંજરે પૂરાયો
સુરત જિલ્લામાં અવાર નવાર દીપડા દેખાતા હોવાના તેમજ વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડા પુરતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વખત દીપડો પાંજરે પુરાયો છે. સુરત જિલ્લાના માંગરોળના ઇસનપુર ગામે દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. જે બાદ આ સમગ્ર બનાવની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. જેથી વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં આજરોજ કુંડ ફળિયા વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો હતો.
ગોંડલમાં પણ દીપડાનો આતંક
ગોંડલ પંથકમાં દીપડો દેખાયો તાલુકાના કમરકોટડાથી શ્રીનાથગઢની વચ્ચે ભાદર નદીના કાંઠે ગત મોડી રાત્રે જીવાઈ દોરી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. ખેડૂતને દીપડો દેખાયો હતો ખેડૂતે મોબાઈલમાં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના RFO દીપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ.એમ.જાડેજા, ટ્રેકર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને દીપડાના પંજાના નિશાન પર શોધખોળ હાથ ધરી હતી. હાલ સુધી ક્યાંય પણ મારણ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું નથી.