Home Veraval Veravalમાં પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ, દુકાન, ગોડાઉન અને ઓફિસ કર્યા સીલ

Veravalમાં પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ, દુકાન, ગોડાઉન અને ઓફિસ કર્યા સીલ

Veravalમાં પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ, દુકાન, ગોડાઉન અને ઓફિસ કર્યા સીલ

વેરાવળ પાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી. પાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ હેઠળ કરોડો રૂપિયાની વસૂલાત કરી.આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને વેરાવળ પાલિકાએ હવે આકરા તેવર બતાવ્યા છે. વેરાની વસૂલાત કરવા 3000 વોરંટ ઇશ્યુ કરી દુકાન, મકાન ઓફિસ અને ગોડાઉન સીલ કર્યા.

વેરા વસૂલાત ઝુંબેશ

વેરાવળ પાલિકાએ વિવિધ એકમો પર દરોડાનો કોરડો વીંઝ્યો. વેરાવળ પાલિકા વેરા વસૂલાત માટે 15 બાકીદારોની મિલકતો જપ્ત કરી સિલ મારી દીધા. આ ઝુંબેશ અંતર્ગત એક દિવસમાં 9 દુકાનો, 3 ગોડાઉનો, 2 ઓફીસો અને 1 હોલને સીલ કરવામાં આવ્યા. હાથ ધરાયેલ વેરા વસૂલાતની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં બાકીદારો પાસેથી 25 કરોડની વસૂલાત કરી. પાલિકાએ બાકીદારો પાસેથી એક જ દિવસમાં 8 લાખ રકમ ભરપાઈ કરી. વેરાને લઈને પાલિકાએ આકરા તેવર બતાવતા 3000 વોરંટ નોટીસ ઈશ્યુ કરતા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો.

પાલિકાએ 25 કરોડ બાકી કરવેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરી. બાકીદારો એક જ દિવસમાં 8 લાખ જેટલો મોટી રકમની કરવેરાની રકમ ભરપાઈ કરતા પાલિકાને કમાણી થઈ. જ્યારે અન્ય બાકીદારોના નામજોગ ઢંઢેરો પીટવાની કાર્યવાહી કરી. વેરા વસૂલાત ઝુંબેશ હેઠળ તા.30/1/25 ની સ્થિતિ સુધી 25 કરોડ જેટલી વસુલાત કરવામાં આવી. અત્યારે પણ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ છે. વેરો ના ભરનારને નોટિસ ફટકારી નળ કનેકશન કાપવાની પાલિકાની કાર્યવાહી ચાલુ છે.

પાલિકાને થઈ કમાણી

અગાઉ 2 વર્ષ પહેલા પણ વેરાવળમ પાલિકાએ વેરો ન ભરનાર 23 આસામીઓની મિલ્કત સીલ કરી મોટી રકમની વસૂલાત કરી હતી. પાલિકાની વેરા વસૂલાત સામે સ્થાનિકોમાં અંડરગ્રાઉન્ડ વીજલાઈન કામગીરીને લઈને પણ રોષ છે. અને તેમણે કામ બંધ કરાવવા પાલિકામાં રજૂઆત કરી હતી.અગાઉ પણ વેરાવળ પાલિકાએ પાંચ દિવસની અંદર વેરા વસૂલાતમાં સાડસાત લાખ જેટલી રકમની નોંધપાત્ર કમાણી કરી હતી. રાજ્યની પાલિકાઓ હવે વિવિધ મામલે વેરો લગાવતા કરોડોની આવક કરવા લાગી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here