Veravalમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવા મામલે આરોગ્ય વિભાગની 7 હોસ્પિટલને નોટિસ

0
9

વેરાવળમાં જાહેરમાં મેડિકલ વેસ્ટને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ જ સ્વચ્છતા મામલે વધુ બેદરકારી રાખે છે. શહેરની કેટલીક હોસ્પિટલ જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી. આરોગ્ય વિભાગે શહેરની સાત હોસ્પિટલોને નોટિસ ફટકારતાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી.

સાત હોસ્પિટલ સામે ફરિયાદ

પ્રદૂષણ આજના સમયની મોટી સમસ્યા બનવા લાગી છે. પ્રદૂષણ અટકાવવા તંત્ર અનેક પગલાં લે છે. આરોગ્ય વિભાગે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોસ્પિટલને સાણસામાં લીધી. આરોગ્ય વિભાગે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવા મામલે શહેરની ડી.કે. બારડ, બોમ્બે, ક્રિષ્ના હોસ્પિટલ, મમતા હોસ્પિટલ, આઈ.કે.વાજા હોસ્પિટલ અને સંજીવની તેમજ ડો.ડુંગ હોસ્પિટલને નોટીસ ફટકારી.જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા ત્યાંના આસપાસના સ્થાનિકો અને દરરોજ પસાર થનાર વાહનચાલકો ગંદકીના ભરડામાં આવતા બીમારીનો ભોગ બની રહ્યા છે. અને એટલે જ નાગરિકોએ હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ ફેંકાવાના લઈને ફરિયાદ કરતાં આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું.

આરોગ્ય વિભાગ એકશનમાં

શહેરમાં વાયરલ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત વેરાવળમાં પણ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી. મોટાભાગના દર્દીઓમાં વાયરલ ઇન્ફેકશન જોવા મળ્યા. હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને લઈને શહેરનું આરોગ્ય વિભાગ એકશનમા આવ્યું. રોગચાળો વધુ ના વકરે માટે જાહેરમાં ગંદકીના સામ્રાજ્યને દૂર કરવા આરોગ્ય વિભાગે પ્રયાસ હાથ ધર્યો. અને જાહેરમાં સ્વચ્છતા મામલે કાર્યવાહી કરતાં આરોગ્ય વિભાગે શહેરની સાત હોસ્પિટલને નોટિસ ફટકારી. અગાઉ પણ અલીફા હોસ્પિટલને મેડિકલ વેસ્ટ ફેંકવા મામલે કલોઝર નોટિસ આપવામાં આવી હતી.

[ad_2]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here