વાવ તાલુકાના સરદારપૂરા ગામની પ્રાથમિક શાળામાં પણ ઓરડા ઓના અભાવે શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જવાબદાર તંત્ર છેલ્લા 12 વર્ષ થી માત્ર તમાશો જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જવાબ આપશે રાજ્ય સરકાર ગંભીર બનશે ખરા તેવા અનેક સવાલો સરહદી પંથકમાં ઊઠવા પામ્યા હતા.
વાવ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ધટ છે વાવના સરદારપુરા ગામની પ્રાથમિક શાળામાં પણ ધોરણ એક થી આઠ માં 144 બાળકો અભ્યાસ કરે છે સાત શિક્ષકો છે પણ સાત ઓરડાઓની જગ્યાએ ચાર ઓરડાઓ હોઈ હોઈ છેલ્લા બાર વર્ષથી બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરતા હોઈ સત્વરે શાળામાં ઓરડાઓની ધટ પૂરી કરવામાં આવે તેવી વાલીઓની માગ છે.
બાળકનું ઘડતર એ શિક્ષણ છે જો કે શિક્ષણનો મુખ્ય પાયો જ એવા ઓરડા તેમજ શિક્ષકોની ઘટ હોવાથી ન છૂટકે વાલીઓ પેટે પાટા બાંધી પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને મોંઘી ફી આપી ભણાવવા મજબૂર બન્યા છે. ગતિશીલ અને ડિજિટલ ગુજરાતની વાતો કરતી રાજ્ય સરકાર સરહદી પંથકના નાના ભૂલકાઓ સામે જોઈ ઘટતા શિક્ષકો તેમજ ઓરડાની ઘટ પૂરી કરશે કે કેમ તે જોવાનું રહ્યું…
ગરીબ વાલીઓની સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ ઘડાયો
સરહદી વાવ પંથકમાં એક બાજુ પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ તો બીજી તરફ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે ત્યારે અભ્યાસ કરવા આવતા બાળકોનો અભ્યાસ બગડતો હોવાથી ન છૂટકે ગરીબ વાલીઓ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવવા મજબૂર બન્યા છે. ઘરનું ગુજરાન કે વ્યવહાર ચલાવવો કે બાળકોને ભણાવવા જેવી અનેક સમસ્યાઓ ઉભી થતા ગરીબ વાલીઓની સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ ઘડાયો છે.