
3 કલાક પેહલા
- કૉપી લિંક

જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા બે દિવસ એટલે કે 10 અને 11 જૂને રહેશે. આ તિથિએ વટ પૂર્ણિમા, વટ સાવિત્રી વ્રત, ગંગા અને અન્ય નદીઓમાં સ્નાન, પિતૃ માટે ધૂપ અને ધ્યાન કરવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે. પૂર્ણિમાના દિવસે પિતૃની સંતુષ્ટી માટે ધૂપ અને ધ્યાન કરવું જોઈએ. બપોરે હથેળીમાં પાણી લઈને અંગુઠા તરફ પિતૃ તર્પણ કરવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના મતે, એક પૌરાણિક માન્યતા છે કે ગંગા નદી જેઠ શુક્લ દશમીના દિવસે પૃથ્વી પર અવતરિત થઈ હતી. આ પછી, પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. જે લોકો ગંગા નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓએ ઘરે ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે નદી કે અન્ય કોઈપણ જળાશયમાં પણ સ્નાન કરી શકાય છે. ભક્તો સ્નાન માટે પ્રયાગરાજ, હરિદ્વાર, વારાણસી, ઓમકારેશ્વર, ઉજ્જૈન, નાસિક જેવા પવિત્ર સ્થળોએ જાય છે.
જ્યેષ્ઠ પૂર્ણિમા પર વડના વૃક્ષની પૂજા કરો હિંદુ ધર્મમા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. દર વર્ષે આ વ્રત દેશના કેટલાક ભાગમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે તો કેટલાક ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. ગુજરાતી માસ પ્રમાણે આ વ્રતને જેઠ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
વટ સાવિત્રી વ્રતની પૂજાવિધિઃ
- આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થના જળથી સ્નાન કરવું જોઈએ.
- ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરીને તેમની સામે સાવિત્રી અને વડના ઝાડની પૂજાનો સંકલ્પ કરવો જોઈએ.
- પૂજા અને સંકલ્પ લીધા પછી નૈવેદ્ય બનાવો અને સિઝનલ ફળ ભેગા કરવાં.
- પૂજા-સામગ્રી સાથે વડના ઝાડની નીચે પૂજા શરૂ કરો.
- પૂજામાં માટીનું શિવલિંગ બનાવો. પૂજાની સોપારીને ગૌરી અને ગણેશ માનીને પૂજા કરવી જોઈએ.
- તેમની સાથે જ સાવિત્રીની પૂજા પણ કરો.
- પૂજા પછી વડને 1 કળશ જળ ચઢાવો
- પૂજા પછી પોતાની મનોકામનાનું ધ્યાન કરીને શ્રદ્ધા પ્રમાણે ઝાડની 11, 21 કે 108 પરિક્રમા કરો.
- પરિક્રમા કરતી વખતે કાચો સૂત્તરનો દોરો પણ ઝાડ ઉપર લપેટવો જોઈએ.
યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા હતા આ વ્રત રાખવાથી પતિ ઉપર આવતા સંકટ દૂર થાય છે અને આયુષ્ય લાંબુ થાય છે. જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો આ વ્રતના પ્રતાપથી દૂર થાય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને વડના ઝાડની નીચે પૂજા-અર્ચના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે, આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી.
વટ સાવિત્રી વ્રતની ખાસ વાતો
- જેઠ મહિનાના બધા વ્રત-પર્વોમાં વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે. આ મહિનાની સુદ પક્ષની તેરસ તિથિથી જ વ્રત શરૂ થઈ જાય છે.
- તેરસ તિથિથી વ્રત કરનારી મહિલાઓ નિરાહાર રહે છે અથવા એકટાણું કરે છે. ચૌદશ તિથિ અને પૂર્ણિમાએ આખો દિવસ વ્રત કરવામાં આવે છે.
- જો કોઈ મહિલા ઇચ્છે તો આ વ્રત માત્ર પૂર્ણિમાએ પણ કરી શકે છે. આ વ્રતમાં વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ઝાડની ચારેય બાજુ કાચો સૂતરનો દોરો લપેટવામાં આવે છે.
- એક વાસણમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે.
- વ્રત કરનારી મહિલાઓ કોઈ યોગ્ય બ્રાહ્મણોને સિંદૂર, બંગડી, કાજલ, ચાંદલો, વસ્ત્ર, કંકુ, ઘરેણા વગેરે વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ.
- આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા કે વાંચવાની પરંપરા છે. આ કથા પ્રમાણે સાવિત્રી યમરાજ પાસેથી પોતના અલ્પાયુ પતિના પ્રાણ પાછા લઇને આવી હતી. સાવિત્રીના તપથી જ સત્યવાન ફરીથી જીવિત થયા અને તેમના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવી હતી.
- વટ સાવિત્રી વ્રતના પ્રભાવથી સંતાનને પણ પોઝિટિવિ ફળ મળી શકે છે. આ દિવસે સત્યવાન-સાવિત્રી સાથે જ યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે.
[ad_1]
Source link