Vapiમાં પીએફના બે ઉચ્ચ અધિકારીઓને 5 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

HomeVapiVapiમાં પીએફના બે ઉચ્ચ અધિકારીઓને 5 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

અમરેલીના વડીયા પંથકમાં સિંહોની ઘૂસણખોરી વધી, પશુઓના મારણથી ખેડૂતોમાં ભયનો માહોલ | Lion attack three animals in Amreli district

Lion in Amreli District: અમરેલી જિલ્લાના વડીયા પંથકના ખાખરિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી વન્યપ્રાણીઓ આંટાફેરા વધી ગયા છે. સિંહ ગમેત્યારે ગામ અને ખેતરોમાં ઘૂસીને...

રાજ્યમાં વધુ બે લાંચિયા અધિકારીને ACBએ ઝડપ્યા છે. વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં ACBની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

બે અધિકારીઓની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી

કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ખાનગી કન્સ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના PF કપાવવાની કાર્યવાહી કરી ન હતી.

બિલ્ડર પાસે રૂપિયા 5 લાખની લાંચ માગી હતી

જેને લઈને PF કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી PF કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને રૂપિયા 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

ACBની ટીમે આસિસ્ટન્ટ પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી

બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહીં હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ત્યારે આજે ACBની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિસ્ટન્ટ પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી અને આસિસ્ટન્ટ પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. આ દરમિયાન ACBની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઈને લાંચની રકમ કબજે કરી લીધી હતી. આ ટ્રેપ કરવામાં ACB પીઆઈ જે.આર.ગામીત અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક આર.આર.ચૌધરી હાજર હતા.

અમદાવાદમાં પણ લાંચિયો અધિકારી ઝડપાયો

આજે અમદાવાદ શહેરમાંથી પણ વધુ લાંચિયો અધિકારી ઝડપાયો છે. ESICના આસિસ્ટન્ટ ડાયરેકટરને રૂપિયા 3 લાખની લાંચ લેતા ACBએ ઝડપી લીધો. કમલકાંત પ્રભુદયાલ મીણા નામનો લાંચિયો અધિકારી ESICના આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે અને આજે રૂપિયા 3 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon