Home Vapi Vapi: સલવાવના 40 ભંગારિયાને મહાનગર પાલિકા દ્વારા નોટિસ ફટકારાતા ફફડાટ

Vapi: સલવાવના 40 ભંગારિયાને મહાનગર પાલિકા દ્વારા નોટિસ ફટકારાતા ફફડાટ

Vapi: સલવાવના 40 ભંગારિયાને મહાનગર પાલિકા દ્વારા નોટિસ ફટકારાતા ફફડાટ

વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં આવતા ડુંગરા ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં બનતી આગની ઘટનાને લઈને રહેણાક વિસ્તારમાંથી ભંગારના ગોડાઉન દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે.

જે અંતર્ગત ડુંગરી ફળિયામાં થોડા દિવસ પહેલાં નોટિસો આપવામાં આવી હતી. ત્યારે શનિવારે ફરીથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા સલવાવ નજીકમાં ધમધમતા 40થી વધુ ભંગારના ગોડાઉન સંચાલકોને નોટિસ આપવામાં આવતા ફફડાટ ફેલાયો છે.

ડુંગરા ડુંગરી ફળિયામાં જે રીતે રહેણાક વિસ્તારમાં ભંગારની પ્રવૃત્તિ ધમધમી રહી હોય, વાપી મનપા કમિશનર યોગેશભાઈ ચૌધરી દ્વારા સલવાવ ખાતે ધમધમી રહેલા 40થી વધુ ભંગારિયાને નોટિસ આપવામાં આવી છે.

ભંગારના સંચાલકો પોતાના જમીન એન.એ.ના દસ્તાવેજો, ફાયર એન. ઓ.સી. તેમજ જીપીસીબી પાસેની જરૂરી પરવાનગી જેવા કાગળો રજૂ કરવા અગાઉ બે વાર નોટિસ આપવામાં આવી છે, જ્યારે આજે ફરીથી મનપાના કર્મચારીઓએ સ્થળ ઉપર પહોંચીને વીડિયો-ફોટોગ્રાફી સાથે દરેક ભંગારના ગોડાઉન સંચાલકોને નોટિસ આપી હતી. મળતી વિગતો મુજબ શુક્રવારે વાપી મહાનગરપાલિકાના કમિશનર તેમજ કલ્પેશ પટેલ સહિત વિવિધ ટીમે સલવાવ ખાતે આવેલા સ્મશાન નજીકના કેટલાક ભંગારના ગોડાઉનની વિઝિટ કરી હતી, જે દરમિયાન કેટલોક કચરો અને ભંગારનું ગોડાઉન જોખમી જણાતા તેઓને તાકીદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે રહેણાક વિસ્તારમાં મોટી આગની હોનારત ન બને અને કોઈ જાનહાનિ ન થાય એવા હેતુથી તકેદારીના ભાગરૂપે આ પગલાં મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યા છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here