ગુજરાતમાં હુમલાઓ અને હત્યાના બનાવો નિરંતર વધી રહ્યા છે. જેના લીધે સામાન્ય લોકોની સુરક્ષા અંગે ખતરા સમાન છે. આરોપીઓ ભોગ બનનાર પર જીવલેણ હુમલો કરી દેતા હોય છે. જેના લીધે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભો થાય છે. વાપીમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવક પર 2 આરોપીઓએ પથથર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જે મામલે વાપી ટાઉન પોલીસે તપાસ શરુ કરી હતી.
યુવક પર હુમલો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીમાં એક યુવક પર પથ્થર વડે હુમલો કરી દેવાયો હતો. વાપીના સુલપડ વિસ્તારમાં એર યુવક પર નિર્દયતાપૂર્વક 2 લોકોએ અત્યાચાર ગુજાર્યો હતો. જે યુવક પર પથ્થર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ભોગ બનનારા યુવકે તેના પર હુમલો કરનારા 2 આરોપીઓ સામે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
2 આરોપીઓ સામે કાર્યવાહી
વાપી ટાઉન પોલીસમાં ભોગ બનનારા યુવકે ફરિયાદ નોંધતા પોલીસ હરકતમાં આવી હતી. જે બાદ વાપી ટાઉન પોલીસે હુમલો કરનારા 2 આરોપી પ્રવીણ પટેલ અને ચેતન પટેલની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ પણ વાપીના સુલપડ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સામે વધુની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ 2 આરોપીઓને કડક સજા કરવામાં આવશે.
[ad_1]
Source link