વાપીના ભિલાડમાં વર્ષ 2004માં ધાડ અને આર્મ્સ એકટ ગુનામાં ફરાર આરોપીને કાશી ચોરસી મઠ આશ્રમમાંથી 21 વર્ષ બાદ પકડી પાડયો હતો. આરોપી ફરાર થયા બાદ સાધુવેશ ધારણ કરી આશ્રમમાં રહેતો હતો.
સમગ્ર મામલે ભિલાડ પોલીસ મથકમાં વર્ષ 2004માં નોંધાયેલા ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં આનંદ શિવપૂજન તિવારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપીને પકડવા ભારે શોધખોળ કરવા છતાં કોઇ સફળતા મળી ન હતી.
આખરે 21 વર્ષ બાદ ભિલાડ પોલીસ મથકના પો.કો. ભરત મેણશીભાઇને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ યુ.પી.ના કાશી સ્થિત ચોરસી મઠ આશ્રમમાં પહોંચી હતી.જ્યાં પોલીસે સાધુવેશ ધારણ કરી રહેતા આરોપી આનંદ તિવારીને પકડી પાડયો હતો. આરોપી ફરાર થયા બાદ આશ્રમમાં પહોંચી સાધુ વેશ ધારણ કરી શ્રી શ્રી 108 સ્વામી અનંતનાથના નામે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ભિલાડ લવાયો હતો.
[ad_1]
Source link