Vapi: ભાજપ નેતાની હત્યાનો મુખ્ય શાર્પ શૂટર પોલીસના સકંજામાં

0
11

વાપીના કોચરવા ગામે પટેલ ફળિયામાં રહેતા અને ભાજપના નેતા શૈલેષભાઈ કીકુભાઈ પટેલ 8 મે 2023ના રોજ પોતાની પત્ની નયનાબેનને કારમાં બેસાડી રાતા સ્થિત શિવ મંદિરે દર્શન માટે ગયા હતા. પત્ની મંદિરમાં દર્શને ગયા બાદ ગાડીનું એસી બંધ હતું અને પોતે બારી ખુલ્લી રાખી ગાડીમાં બેઠા હતો તે દરમિયાન બુકાનીધારી તે પલ્સર બાઈક પર આવેલા ત્રણ પૈકી આરોપી અજય યાદવે પિસ્ટલ કાઢી શૈલેષભાઈ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી માથાના ભાગે ગોળી મારતા સ્થળ ઉપર તેમનું મોત થયું હતું.

આરોપી અગાઉ ડી-16 ગેંગમાં સામેલ હતો

આ કેસમાં પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે શુટરોને સોપારી આપનાર કોચરવા ગામના આરોપી મિતેશ ઈશ્વર પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, પીનલ ઈશ્વર પટેલ, સદીયો ઉર્ફે શરદ દયાળ પટેલ, સિધ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહિર રહે. પંડોર આહીર ફળિયા સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરતા એલસીબીએ તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં પાછળથી શુટરોની સાથે અન્ય ઘણા નામો ખુલતા તેઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ તપાસમાં ત્રણ શાર્પ શુટર પૈકી મુખ્ય શાર્પ શુટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવ રહે. આઝમગઢ યુપીની અલીગંજ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટમાં ધરપકડ થતાં આંબેડકરનગર જિલ્લા જેલથી ટ્રાન્સફર વોરંટથી વાપી લઈ આવી કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી અજય અગાઉ ડી-16 ગેંગમાં હતો અને તે બાદ અલગથી ગ્રુપ બનાવી ગુનાઓ કરવા લાગ્યો હતો.

આરોપી ફાયરિંગ કરી ડરાવીને ખંડણી માગતો

આરોપી અજય યાદવ મુળ આજમગઢ જિલ્લાનો છે અને અલગથી ગ્રુપ બનાવ્યા બાદથી યુપી, ઝારખંડ રાજ્યના અલગ અલગ જનસેવા કેન્દ્ર, પેટ્રોલ પંપ, આંગડિયા પર લૂંટ સાથે અપહરણ, કોલસાના વેપારી, ફાયનાન્સર, ડોક્ટર, બિઝનેસમેનને ફોન કરી ખંડણી માગતો હતો. જો ખંડણી આપવાનો ઈન્કાર કરે તો તે વ્યક્તિ પર ફાયરિંગ કરી ડરાવી ધમકાવી ખંડણી વસૂલ કરે છે. આરોપી સામે ઉત્તર પ્રદેશમાં આવા 23 ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ તો વલસાડ પોલીસે વાપી તાલુકાના રાતા ગામે ભાજપના નેતાને ગોળી મારી ફરાર થનાર આરોપીઓ સાથે સોપારી આપનાર સ્થાનિક આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં એક શાર્પ શુટર ફરાર હોય તેને યુપી જેલથી લઈ આવી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ બાદ અજયએ અનેક ગુનાઓની કબૂલાત કરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here