વાપીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાકટરની ડુંગરા પોલીસે છીરીમાં એક ફ્લેટમાંથી 14 કિલોથી વધુ ગાંજા સાથે ધરપકડ કરી છે. આરોપી લેબર કોન્ટ્રાકટર નસીલા પદાર્થની પડીકી બનાવીને તેના માણસોને આપતો હતો અને તેઓ આ પડીકીને માર્કેટમાં વેચતા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ સાથે ફોન મળી કુલ 1,57,270નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
પોલીસે ગાંજા સાથે અમરેશકુમાર ગણેશપ્રસાદ સિંગની રંગે હાથે ધરપકડ કરી
વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને બરબાદ કરી નશીલા પદાર્થનું વેચાણ કરતો લેબર કોન્ટ્રાકટર જે છીરી રણછોડનગર ખાતે આશા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 202માં રહી ધંધો કરતો હોવાની બાતમી આધારે. પોલીસે છાપો મારી ત્યાંથી 14.267 કિ.ગ્રા. ગાંજા કિં. રૂ. 1,42,670 મળી આવતા આરોપી અમરેશકુમાર ગણેશપ્રસાદ સિંગની રંગે હાથે ધરપકડ કરી હતી.
દોઢ માસથી ગાંજાના ધંધા સાથે સંકળાયો હતો લેબર કોન્ટ્રાકટર
ગાંજા સાથે રોકડ રૂ. 9,600 સાથે એક ફોન કિં. રૂ. 5000 મળી કુલ રૂ. 1,57,270નો મુદ્દામાલ કબજે લઈ એનડીપીએસ મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી અમરેશકુમાર વાપીની કંપનીઓમાં લેબર સપ્લાય કરે છે. આ સાથે વધુ રૂપિયાની લાલચમાં દોઢ માસથી ગાંજાના ધંધા સાથે સંકળાયો હતો.
[ad_1]
Source link