વલસાડમાં બસની અડફેટે મહિલાનું મોત થયુ છે. ઓવર બ્રિજ નજીક ઉતરતા એસટી વર્કશોપ નજીક આ ઘટના બની હતી. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે. ટ્રાફિકને હળવો કરવા માટે સીટી પોલીસની મદદ લેવાઇ હતી. બસ ચાલક બેફામ બનીને વાહન હંકારે છે. અને તેમાં અન્ય માનવી ભોગ બને છે. ત્યારે અકસ્માતની સંખ્યા ઘટાડવા અને બસની ગતિ મર્યાદિત કરવા માટે કાયદા બનાવવા જરુરી છે.
અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં એસ.ટી બસે મહિલાને અડફેટે લીધી હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જે બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્ય હતા. અને જાહેર માર્ગ પર ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી. મૃતક મહિલા ક્યાંની છે. ક્યાં રહે છે. તે મામલે પોલીસ તપાસ હાથ ધરાઇ છે. આ ઉપરાંત બસ ચાલક કોણ હતો અને કેવી રીતે તેણે આ અકસ્માત કર્યો તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. સીટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડના એસ.ટી. વર્ક શોપ નજીક મહિલાને બસે અડફેટે લીધી હતી.
અકસ્માતના વધતા બનાવ
રાજ્યમાં અકસ્માતના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે કેસની સંખ્યા ઓછી કરવા માટે પ્રયાસ પણ હાથ ધરાયા છે. બસની મર્યાદા બહારની ગતિ ભક્ષક બની રહી છે. ત્યારે આ ગતિ મર્યાદા પર નિયંત્રણ લાવવું જરુરી છે. તો સાથે જ માર્ગ પર ચાલનારા વ્યક્તિઓને ટ્રાફિકના નિયમો અનુસરવા અવશ્ય છે.
[ad_1]
Source link

