Valsad: 2 યુવતીનો સામૂહિક આપઘાત, કપરાડા પોલીસે તપાસ શરુ કરી

0
15

ગુજરાતમાં નદીમાં કૂદી જવું કે ગળે ફાંસો ખાઈને આપઘાતની ઘટનાઓ બને છે. જેમાં અગમ્ય કારણોસર લોકો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. તો ઘણીવાર પ્રેમી પંખીડાઓ સમાજના ડરથી આત્મહત્યા કરી લેતા હોવાની ઘટનાઓ સામે આવે છે. તો આવી જ એક ગંભીર ઘટના વલસાડ જિલ્લામાં સામે આવી હતી. વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ ગામમાં 2 યુવતીઓએ સામૂહિક હત્યા કરી લીધી હતી.

2 યુવતીઓએ ગળેફાંસો ખાધો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ એવા વારણા ગામમાં 2 યુવતીઓએ મોતને વહાલું કર્યું હતું. 2 યુવતીઓએ અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. વારણા ગામમાં એક ઝાડની ડાળી સાથે 2 યુવતીઓએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે યુવતીઓના સામૂહિક આત્મહત્યાની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો યુવતીઓએ કેમ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી

વારણા ગામમાં અગમ્ય કારણોસર 2 યુવતીઓના સામૂહિક આપઘાતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ ઘટનાની જાણ લોકોએ કપરાડા પોલીસને કરી હતી.ઘટનાની જાણ થતા કપરાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કપરાડા પોલીસે યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપ્યા હતા.તેમજ સમગ્ર મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here