Valsad પોલીસે દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપી લીધી, 2 શખ્સોની કરી અટકાયત

0
6

‘ઓપરેશન સિંદુર’ પછી ભારતમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધી પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર રહેતી હોય છે. સમુદ્રમાં કોસ્ટગાર્ડ, સ્થાનિક પોલીસ અને નેવી મોનિટરિંગ કરતી રહે છે.જેથી કોઈ પાકિસ્તાની ઘૂસણખોર ભારતીય જળસીમામાં પ્રવેશી ન શકે. તો દમણના દરિયામાં શંકાસ્પદ બોટ ઝડપાઇ હોવાનો મામલો સામે આવ્યો છે.

દમણના દરિયામાં બોટ ઝડપાઈ

મળતી માહિતી મુજબ વલસાડ પોલીસે દમણના દરિયામાંથી એક શંકાસ્પદ બોટને ઝડપી લીધી હતી. જે માટે વલસાડ SOG અને LCB પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.વલસાડ પોલીસે શંકાસ્પદ બોટને અટકાવીને 2 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. પોલીસે સઘન પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, 2 વ્યક્તિઓ વલસાડના સ્થાનિક માછીમારો છે. તેમજ રવિ નામની તેમની બોટ વલસાડની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. 

પોલીસે 2ની કરી અટકાયત

મળતી માહિતી મુજબ માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા.જે દરમિયાન તેમની બોટ દરિયામાં બગડી ગઈ હતી.જેથી બોટ બગડતા તેમાંથી ધૂમાડો નીકળ્યો હતો.તો દરિયામાં રહેલા અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી. બોટ શંકાસ્પદ જણાતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે તેને દરિયામાં લોકેટ કરી હતી. વલસાડ પોલીસે બંને શંકાસ્પદોની ધરપકડ કરીને તેમની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સઘન પૂછપરછ શરુ કરી હતી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ સ્થાનિક માછીમારો હોવાનું ખુલ્યું હતું. હાલ 2 શંકાસ્પદ લોકોની વલસાડ પોલીસે તપાસ ચાલુ રાખી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here