વલસાડ નજીક નંદાવલા ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે,જેમા બે વ્યકિતના ઘટના સ્થળે મોત થયા છે.વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પીએમ અર્થે મોકલી આપ્યા છે,સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી પણ તપાસ્યા છે અને વધુ તપાસને લઈ આસપાસના ચાર રસ્તાના સીસીટીવી પણ મેળવવામાં આવી રહ્યાં છે.
પોલીસે હાથધરી તપાસ
વલસાડના કુંડી અને નંદાવલા ગામ નજીક ટુ વ્હીલર ચાલક વાહન લઈને જઈ રહ્યાં હતા અને તે દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલ કાર ચાલકે વાહનચાલકને ઉડાવ્યા હતા જેમાં વાહન પર જઈ રહેલા બન્ને વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા છે,વલસાડ રૂરલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ પરિવારના સભ્યોને જાણ કરી છે અને આસપાસના સ્થાનિકોના નિવેદન નોંધ્યા છે.આરોપી કયારે ઝડપાય તેની હવે મૃતકના પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે.ત્યારે પોલીસ પણ ઝડપી કાર્યવાહી કરે તે જરૂરી છે.
નેશનલ હાઈવે 48 પર બની ઘટના
વલસાડના નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના બની છે,હિટ એન્ડ રનની ઘટના બનતા બે વ્યકિતનો મોત થયા છે સાથે સાથે આસપાસના લોકોએ 108 એમ્બ્યુલસને પણ બોલાવી પરંતુ સારવાર મળે તે પહેલા બન્નેના મોત નિપજયા હતા.પોલીસે હાલમાં ટ્રાફિક હળવો કર્યો છે અને પંચનામાની કાર્યવાહી પણ હાથધરી છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.