Valsad: ઉમરગામ સામુહિક આપઘાત કરનારા પરિવારના હત્યારા ઝડપાયા!

0
10

સાઈબર ફ્રોડના આધુનિક યુગમાં ઓનલાઈન રોકાણ કરી લાખો કમાઈ લેવાની લ્હાયમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના શોળસુંબા ગામના પરિવારે સામૂહિક આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું છે. ઓનલાઈન રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકીની વલસાડ પોલીસે ધરપકડ કરી છે અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો તેમજ ફ્રોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક શિવમે એફ એક્સ બુલીયન કંપનીમાં મોટાપાયે રોકાણ કર્યું હતું

ઓનલાઈન રોકાણ કરતા લોકો માટે ચેતી જવા સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં મૃતક શિવમે એફ એક્સ બુલીયન કંપનીમાં મોટાપાયે રોકાણ કર્યું હતું અને પોતાના મિત્રોને પણ રોકાણ કરાવ્યું હતું. ઊંચું વળતર આપવાની લાલચ આપી સુરતના સંજય પટેલ અને તેમના સાગરિતોએ રોકાણ કરાવ્યું હતું.

સાગરીતો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો

રોકાણ કરાવ્યા બાદ વળતર ન મળતા પોતાના તેમજ મિત્રોના પૈસા ડૂબી ગયા અને છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતા પૈસાની માગણી કરવા લાગ્યા હતા. પૈસા ચૂકવી શકે તેવી આર્થિક સ્થિતિ ન હોવાના કારણે સહ પરિવાર આત્મ હત્યા કરી લીધી હતી. એફ એક્સ બુલીયનના નામે છેતરપિંડી કરનાર સંજય પટેલ અને તેમના સાગરીતો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મુખ્ય સૂત્રધાર રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપતો

સુરતના રહીશ અને એફએક્સ બુલીયન વેબસાઈટના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અફઝલ ઘરાણા પોતાના સાગરીતો સાથે મળીને ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરાવી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપતો હતો. મૃતક શિવમે પોતાની સાથે પોતાના મિત્રોને પણ આ વેબસાઈટમાં રોકાણ કરાવ્યું હતું. છેતરપિંડીનો ભોગ બન્યાનો અને પૈસા કેવી રીતે ચુકવાશે એ બીકથી સહપરિવાર આત્મહત્યા કરી લીધી હતી. તમામ ચારે આરોપીઓ વિરુદ્ધ આઈ.ટી એક્ટ અને આત્મહત્યાની દુશ્મનનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર રેકેટના પર્દાફાશમાં સુરત રેન્જની સાઈબર ક્રાઈમ ટીમની મદદ લેવામાં આવી હતી. આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ સુરતમાં પણ આઈટી એક્ટ મુજબ ગુના નોંધાઈ ચૂક્યા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here