Valsadમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને કરાયા ડિટેન, ડોક્યુમેન્ટ નહીં હોય તો કરાશે ડિપોર્ટ

0
10

રાજ્યમાં ગઈકાલથી જ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાની લોકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ પણ આ મામલે હવે એક્શનમાં આવી છે. અમદાવાદ અને સુરત પછી વલસાડ જિલ્લામાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસના ઓપરેશનમાં લોકોને ડિટેન કરવામાં આવ્યા છે.

પોલીસ ડિટેન કરાયેલા લોકોના ડોક્યુમેન્ટ તપાસશે

હાલમાં પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તમામ લોકોના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવી રહ્યા છે. જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય અથવા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ મળી આવશે તો ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વલસાડ જિલ્લાના વાપી પોલીસ કેમ્પ પર કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત અને અમદાવાદમાંથી પણ મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમને પરત મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે.

પોરબંદર પોલીસ દ્વારા પણ કડક ચેકિંગ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પોરબંદર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી તથા પાકિસ્તાની નાગરિકોની શોધખોળ કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા 7 અલગ અલગ ટીમ બનાવી લોકોના વેરિફિકેશન કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ લોકોના આધાર પુરાવા ચેક કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here