Valsadમાં વાસણ ચમકાવવાનો પાઉડર બતાવી સોનાની લૂંટ કરનાર ઠગબાજોને પોલીસે ઝડપી પાડ્યા

0
6

વલસાડ પોલીસને મોટી સફળતા મળી. પોલીસે ઠગાઈના ગુનામાં ત્વરિત કામગીરી કરતા ઠગબાજોને ઝડપી પાડ્યા. સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયેલા ત્રણ ઠગબાજોને પોલીસે પુણેથી ઝડપ્યા. પોલીસે સોનાચાંદીની લૂંટ કરનાર આરોપીની અટકાયત કર્યા બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.આરોપીઓએ વધુ કોઈ સ્થાનો પર લૂંટ ચલાવી છે કેમ અને તેમના પર અન્ય કોઈ કેસ થયો છે તેની તપાસ થશે.

લૂંટફાટની ઘટનામાં પોલીસને મળી સફળતા

વલસાડ પોલીસે 25 માર્ચના રોજ લૂંટફાટની ઘટનામાં જલદી કાર્યવાહી કરી. ઠગબાજાએ વાસણો ચમકાવવા માટેનો પાઉડર બતાવી લૂંટ ચલાવી હતી. એક શખ્સને કહ્યું આ પાઉડરનો ઉપયોગ કરશો તમારા પિત્તળના વાસણમાંથી કાટ દૂર થશે અને તાંબાના વાસણ વધુ ચમકદાર બનશે. આટલું કહેતા જ આ શખ્સને પોતાની વાતમાં લપેટી સોનાની બુટ્ટી અને ચેઈનની ચોરી કરી. ચોરી કર્યા બાદ આ ઠગબાજો ત્યાંથી ફરાર થઈ ગયા. દરમિયાન ભોગ બનનાર શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સોના-ચાંદીની લૂંટની ચોરીની ફરિયાદમાં તપાસ કરતા 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.

CCTV કેમેરાએ આરોપીની આપી ભાળ

આજે ટેકનોલોજીના માધ્યમથી ચોરીલૂંટની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સરળતા રહે છે. શહેરમાં મોટાભાગની સોસાયટીમાં અને મોલ તેમજ દુકાનોમાં સીસીટીવી લગાવવામાં આવેલા હોય છે. છતાં પણ ચોરો તો પોતાના કારસ્તાનને અંજામ આપતા જ હોય છે. પરંતુ પોલીસ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરી-લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓના ભેદ ઉકેલતા ગુનેગારોને ઝડપી પાડે છે. વલસાડ પોલીસે પણ 25માર્ચના રોજ સોનાની ચોરીની ઘટનામાં CCTV કેમેરાના ફૂટેજના માધ્યમથી ઠગબાજોનું પગેરું મેળવ્યું.

ઠગબાજો પોલીસના સંકજામાં આવ્યા

આરોપીઓએ મોટરસાઈકલ નાસિકના સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ માટે આપી હતી. અને આ રીપેરીંગના પૈસાની ચૂકવણી કરતા ઠગબાજો પોલીસના સંકજામાં આવ્યા. એક આરોપીએ કરેલી ઓનલાઈન પેમેન્ટની વિગતો સામે આવતા પોલીસની આરોપીનું સરનામું મેળવવામાં સહાયતા મળી. પથિક સોફ્ટવેરની મદદથી વાપીની માનસી હોટલમાં તેમના રોકાણની માહિતી પોલીસને મળી. CDR અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરી પોલીસે પુણેના બારામતી વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણ લોજિંગમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here