Valsadમાં રમતા-રમતા બાળકી 10નો સિક્કો ગળી ગઈ, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

0
6

વલસાડના પારડી ગામમાં એક એવી ઘટના બની કે તમે પણ વાંચી ને ચૌકી ઉઠશો,બાળકી રમતી હતી તે દરમિયાન તેના હાથમાં 10નો સિક્કો આવ્યો અને તે સિક્કો તે ગળી ગઈ અને પેટમાં ઉતરી જતા માતા-પિતા પણ ચિંતામાં મૂકાયા હતા,તો બાળકીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે,સર્જરી કરીને સિક્કો બહાર કાઢવામાં આવશે.

સચિનના પારડી ગામે બાળકી સિક્કો ગળી ગઈ

વલસાડના પારડીમાં ધોરણ-2ની વિદ્યાર્થીની રમતા-રમતા રૂપિયા 10નો સિક્કો ગળી જતા દોડધામ મચી હતી,બાળકી બોલી ના શકે પણ માતા-પિતાને વર્ણન કરી વાત કરી તો તેણે કીધુ કે તે સિક્કો ગઈ ગઈ છે,તો માતા-પિતાએ તરત હોસ્પિટલ લઈ જઈ એકસ-રે કઢાવ્યો તો તેમાં સામે આવ્યું કે બાળકીના પેટમાં સિક્કો ઉતરી ગયો છે,તો ડોકટરે બાળકીને સારવાર હેઠળ ખસેડી છે અને ત્યારબાદ તેનું ઓપરેશન કરવામાં આવશે અને સિક્કો બહાર કાઢવામાં આવશે.

માતા-પિતા બાળકોને એકલા રમવા ના મૂકો

ઘણા કિસ્સામાં જોયું છે કે,માતા-પિતાની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે,કયારેક બાળક રમતા રમતા નીચે પટકાય તો કયારેક બાળક કારની અડફેટે આવે તો તેનું મોત થયું હોય છે આવા કિસ્સાઓમાં છેલ્લે બાળકનો જ ભોગ લેવાતો હોય છે,તો માતા-પિતા પણ બાળકનું ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે.વલસાડમાં જે ઘટના બની તેમાં દિવ્યાંશી નામની બાળકી યુપીથી અહીંયા આવી છે અને તેના પિતા મજૂરી કામ કરીને જીવન ગુજારે છે.માતા-પિતા ચિંતામાં છે પણ ડોકટર બાળકીનો જીવ બચાવી લેશે તે પણ નક્કી છે.

 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here