રાજ્ય સહિત દેશભરમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. GMERS મેડિકલ કોલેજના 3 ડોક્ટરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 1 પુરૂષ ડોક્ટર અને 2 મહિલા રેસિડેન્ટ ડોક્ટરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલમાં આ તમામ ડોક્ટરોને સ્ટાફ ક્વાર્ટરમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કૂલ 4 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.
ભરૂચમાં 50 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ
બીજી તરફ ભરૂચમાં 50 વર્ષીય મહિલામાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડાયા છે. ખાનગી દવાખાને સારવાર દરમિયાન રિપોર્ટમાં કોવિડ પોઝિટિવ આવતા દર્દીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા છે. ભરૂચ જિલ્લામાં ફરી કોરોનાના લક્ષણ દેખાતા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. આરોગ્ય તંત્ર દ્વારા મહિલાની સારવાર સાથે અન્ય રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
રાજકોટમાં પખવાડિયામાં કોરોનાના કેસમાં વધારો
તમને જણાવી દઈએ કે રાજકોટમાં પખવાડિયામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ નિવેદન આપતા કહ્યું કે આજ સુધીમાં 19 કેસ નોંધાયા છે, જેમાં એક દર્દી રિકવર થયો છે. હાલમાં મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. સંક્રમણ સામાજિક રુપથી વધતું જોવા મળ્યું છે. દર્દીના ઘરે રૂબરૂ અમારી મેડિકલ ટીમ જઈ રહી છે. જો કે અત્યાર સુધીમાં એક પણ ગંભીર પ્રકારના દર્દીઓ સામે આવ્યા નથી. અધિકારીએ લોકોને અપીલ કરી છે કે શરદી-ઉધરસ જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, દર્દીએ ભીડ વાળા વિસ્તારમાં ન જવું જોઈએ અને માસ્ક ફરજિયાત નથી પરંતુ માસ્ક પહેરવું જરૂરી છે.
[ad_1]
Source link