વલસાડમાં કાર ચાલકની બેદરકારીએ અકસ્માત સર્જયો. આ અકસ્માતમાં માસૂમ બાળકનું મોત થયું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે. કેમેરા ફૂટેજના આધારે પોલીસ કાર ચાલકની ધરપકડ કરે તેવી સંભાવના છે. શહેરના ભિલોડા વિસ્તારમાં પૂરપાટ વેગે આવતી કારે બાળકને અડફેટે લેતા ઘટનાસ્થળ પર બાળકનું મોત નિપજયું.
ઘટના સીસીટીવીમાં કેદ
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વલસાડના ભીલાડ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કેમેરા ફૂટેજ પરથી દેખાય છે કે કાર ચાલક પૂરપાટ વેગે કાર હંકારી રહ્યો છે. કારની ઝડપ એટલી તીવ્ર હતી કે જ્યારે અથડાઈ ત્યારે ધડાકા સાથે પલટી ખાઈ ગઈ હતી. દરમ્યાન પાંચ વર્ષનો માસૂમ બાળક કારની અડફેટે આવી ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સાથે અથડાતા બાળક ફંગોળાયો. અને પછડાટને પગલે ઇજા થતાં પાંચ વર્ષના બાળકનું મોત નિપજયું. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. એક શખ્સ દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી.બાળક ઘાયલ થયો હોવાથી 108ને પણ બોલાવવામાં આવી હતી.
કાર ચાલક નશામાં
ભિલોડાના નારોલ નજીક બનેલ અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્બ્લુયન્સ પોતાની ટીમ સ્થાને ઘટનાસ્થળ પર પંહોચી હતી. નારોલી ફાટક નજીક કાર પલટી ખાતા અથડાઈ.ઘટનાની પ્રાથમિક તપાસમાં કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું. નશામાં ચૂર ચાલકે માસૂમ બાળકનો ભોગ લીધો. બાળકના મૃત્યુની જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. પોલીસ બનાવ સ્થળના CCTVની તપાસ કરી વધુ વિગતો એકત્ર કરી રહી છે.
અકસ્માતનો બનાવો વધ્યા
શહેરમાં અકસ્માતનો બનાવો વધવા લાગ્યા છે. અગાઉ પણ શહેરમાં કાર ચાલકની બેદરકારીના કારણે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નવ વ્યક્તિઓ ગંભીરપણે ઘાયલ થયા હતા. વલસાડના કપરાડા પાસે એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 9 વ્યક્તિઓ ઇજા પામતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ અને કાર ટક્કર બાદ રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તાજેતરમાં ભિલોડા વિસ્તારમાં સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલક નશામાં હોવાનું લાગી રહ્યું છે.સામે આવેલા સીસીટીવી ફૂટેજ પરથી દેખાય છે કે કાર ચાલક બેફામપણે કાર હંકારી રહ્યો છે. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.