Home VALSAD Valsadમાં અંધશ્રદ્ધાએ યુવતીનો લીધો જીવ, ભુવાએ આકરા ડામ આપતા ખેંચ આવતા મોત

Valsadમાં અંધશ્રદ્ધાએ યુવતીનો લીધો જીવ, ભુવાએ આકરા ડામ આપતા ખેંચ આવતા મોત

Valsadમાં અંધશ્રદ્ધાએ યુવતીનો લીધો જીવ, ભુવાએ આકરા ડામ આપતા ખેંચ આવતા મોત

વલસાડમાં અંધશ્રદ્ધાએ વધુ એક યુવતીનો ભોગ લીધો હોવાની વાત સામે આવી છે જેમાં યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભુવા પાસે લઈ ગયા અને સ્માશાનમાં ભુવાએ યુવતીને શરીર પર ડામ આપ્યા જેના કારણે યુવતીને ખેંચ આવી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

માતાજી આવતા હોવાનું કહી ભુવા પાસે લઈ ગયા

વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામે અંધશ્રદ્ધામાં મોત થયું હોવાની વાત સામે આવી છે,જેમાં યુવતીને માતાજી આવ્યા છે તેમ કહી પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા તો ભુવાએ આકરા ડામ આપ્યા અને યુવતીનું મોત થયું છે,મૃતદેહને અંતિમક્રિયા માટે લઈ જવામાં આવ્યો છે,ગ્રામજનોને આ વાતની ખબર પડતા પોલીસને પણ બોલાવી હતી,તો ગ્રામજનોએ ભુવાની ધોલાઈ કરતા તે સ્મશાનમાંથી ભાગી ગયો હતો,પારડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે,પોલીસ વિશેરા રિપોર્ટની જોઈ રહી છે રાહ.

6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ

વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

 



[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here