ચરોતર પ્રદેશમા પ્રત્યેક તહેવારોની ધાર્મિક, સામાજીક મહિમા, મુલ્યો અનુસાર ઉજવણી કરવામા આવે છે. ત્યાર હોળી-ધુળેટી પર્વ ઉપર ધાણી, ખજુર, ચણા, હારડા આરોગવાના તેમજ રંગોત્સવ પર્વ ધુળેટીએ એકબીજા ઉપર અબીલ-ગુલાલ, વૈવિધ્યસભર રંગો છાંટવાની ધાર્મિક માન્યપતા પરંપરા છે.
સ્થાનિક બજારોમા ધાણી, ખજુર, ચણા, સીંગ, ઘઉં-મેદાની સેવો, વૈવિધ્યસભર કલર, છોટાભીમ, બંદુક-પિસ્તોલ, એરોપ્લેન, ટ્રેન, ગુબ્બારા, કાર, ડૉલ-ઢીંગલી બ્રાન્ડની તેમજ ચાઇનીઝ પિચકારીઓ બાળકોમા આકર્ષણ જમાવ્યુ છે. આણંદ-ખેડા જિલ્લામાં રંગોત્સવ પર્વ હોળી-ધુળેટીને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે બજારોમા હોળીપર્વને આવકારતા હોળીગીતોની રમઝટ બોલાવતા રાજસ્થાની પરિવારોની સરગમ-ઢોલ સાથે અવરજવર, કેસુડાના ફુલ, આંબાના મ્હોર, કાચા ધાન્યો, સમિધાઓનુ હોળીમાં હોમવા માટે વેચાણ થઇ રહ્યુ છે. ત્યારે રંગોત્સવ પર્વ દરમ્યાન હોલીકાદહનમાં હોમ કરવા માટેના ધાર્મિક મહાત્મ્ય શિયાળુઋતુ દરમ્યાન શરીરમાં સંચિત થયેલો કફ ગ્રીષ્મના આકરા તાપમાં નિયંત્રિત કરવા માટે આર્યુવૈદિક દૃષ્ટિએ ગુણમા શુષ્ક ગણાતા ધાણી, મમરા, ખજુર, ચણા, હારડા, ઘઉં-મેદાની સેવો આરોગવાનુ વિશેષ મહત્વ હોવા ઉપરાંત ધુળેટી પર્વને લઇને અબીલ-ગુલાલ, કેસુડાજળ, ગુલાબજળશહેરી-ગ્રામ્ય વિસ્તારોના બજારોમા હોળી પર્વ સંલગ્ન ચીજવસ્તુઓનુ માર્કેટ જામ્યુ છે. જોકે ભાવોમા આંશિક વધારો છતાં ઉત્સવપ્રિય ચરોતરવાસીઓ દ્વારા અંતિમ ઘડીની ધુમ ખરીદી કરવામા આવી રહી છે. જેમા મકાઇની ધાણી પ્રતિ કિલો 200 થી 230 રૂપિયે , જવની ધાણી 160 થી 190 રૂા, ચણા 160 થી 180 રૂા પ્રતિકિલો, વલસાડી ચણા 160 રૂ કિલો, ખારીસીંગ પ્રતિકિલો 200 થી 220 રૂા., ભરૂચી-શિહોરની સ્પેશીયલ સીંગ 240 રૂ કિલો, મોળી સિંગ 200 થી 220 રૂા. મમરાનુ પેકેટ 35 થી 45 રૂા, ખજુરની વિવિધ બ્રાન્ડ અને કવોલીટી મુજબ પેકેટ દીઠ 60 થી 120 રૂા, હારડા 30 થી 40 રૂપિયે એક નંગ, ઘઉની સેવો એક પેકેટ 15 રૂપિયાથી માંડીને 25 રૂપિયા, મેંદાની સેવો પેકેટ દીઠ 20 થી 40 રૂપિયે, જુદા-જુદા રંગોના પેકેટ 20 રૂપિયાથી માંડીને 50 રૂપિયા, વેરાઇટીયુકત બ્રાન્ડેડ પિચકારીઓ 20 રૂપિયાથી લઇને 500 રૂપિયા કે તેથી વધુના ભાવે ઉપલબ્ઘ બની રહી છે.