Vallabh Vidyanagar: SP યુનિવર્સિટીના છાત્રો જીકા પર ડોક્યુમેન્ટ 23મી મે સબમિટ કરીશકશે

    0
    12

    સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન આણંદ-ખેડા જિલ્લાની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર કોલેજોના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ગુજરાત કોમન એડમીશન પ્રોટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રથમ રાઉન્ડ માટે ગત તા. 9મી મેથી તા. 21મી મે સુધીની રજીસ્ટ્રેશન તારીખમાં ફેરફાર કરી તા. 23મી મે સુધી તારીખ લંબાવવામાં આવી છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ ઉપલબ્ધ ન થતા તારીખ લંબાવવામાં આવી છે.

    આણંદ-ખેડા જિલ્લાની કોલેજોમાં ધોરણ 12 સામન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરીણામો જાહેર થયા બાદ જુદી જુદી સ્નાતક કક્ષાની વિદ્યાશાખાઓમાં જીકા કોમન એડમીશન પ્રોટલ દ્વારા મેરીટના આધારે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી છે. જો કે યુનિવર્સીટીમાં ગત એપ્રલ માસથી વિદ્યાર્થીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યારે જીકા પ્રોટલમાં અનેક વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં પ્રોટલ ઉપર ઓરીજીનલ અસલ દસ્તાવેજો જેવાકે માર્કશીટ, માઇગ્રેશન સર્ટીફીકેટ, એલ.સી. સબમીટ કરવાની અંતિમ તારીખ સુધી ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ હજુ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ ન થતા અગાઉ સબમીટ અંતિમ તા. 21મી મે હતી. તેના સ્થાને તેમાં ફેરફાર કરી તા. 23મી મે સુધી સબમીટ માટે વિદ્યાર્થીઓને તક આપવામાં આવી છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here