આણંદ શહેર ખાતેની અમૂલ ડેરીમાં પોલીસ તંત્ર તથા ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મોકડ્રીલ અંતર્ગત ડેરીના કર્મચારી દ્વારા આંતકવાદી હુમલાની આણંદ કંન્ટ્રોલરૂમને જાણ કરતા કંન્ટ્રોલરૂમ દ્વારા જિલ્લાભરના પોલીસ વિભાગની શાખાઓને જાણ કરતા જિલ્લાની પ્રથમ રિસ્પોન્સ ટીમ તરીકે નાયબ પોલીસ અધિક્ષક, એસઓજી, એલસીબી શાખા તથા શહેર પોલીસના અધિકારીઓ તત્કાલિન ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક મોરચો સંભાળોયો હતો.
ત્યારબાદ રાજ્યની ફસ્ટ રીસ્પોન્સ ટીમ ચેતક કમાન્ડો ફોર્સ તુરંત જ આવી જતા મોરચો સોંપવામાં આવ્યો હતો. ચેતક કમાન્ડોના જવાનોએ તેમની કુનેહ અને બહાદુરીથી આંતકવાદીઓ જે સ્થળે છુપાયા હતા. તે સ્થળને કોર્ડન કરી આંતકવાદીઓને ઢેર કરી બંધકોને મુક્ત કરાયા હતા. હુમલા અંગે જાણકારી મળતા જ જિલ્લાનું પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતુ. એસપી ગૌરવ જસાણી, નાયબ પોલીસ અધિક્ષક જયેશ પંચાલ, એસઓજી, ટાઉન પોલીસ, એલઆઇબીના પીઆઇ અન્ય અધિકારીઓ, આણંદ મનપાના ફાયર વિભાગના અધિકારી, સિવિલ સર્જન, નાયબ માહિતી નિયામક, જિલ્લા આપતિ વ્યવસ્થાપન, તંત્રના જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર તુરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ ફાયર ફાયટરની ટીમો, પોલીસ અને આરોગ્યની ટીમો એમ્બ્યુલન્સ વાન સાથે અમૂલ ડેરી પરિસરમાં પહોંચ્યા હતા.
[ad_1]
Source link