Vadodaraમાં ચપ્પુ બતાવી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સાગર મકવાણાની ધરપકડ કરાઈ

0
9

વડોદરામાં દુષ્કર્મી જીમ સંચાલક ઝડપાયો છે જેણે યુવતીને ચપ્પુ બતાવીને દુષ્કર્મ આચર્યુ હતુ, હરણી પોલીસે આરોપી સાગર મકવાણાની ધરપકડ કરી છે, ભોગ બનનાર યુવતી અને સાગર સોશિયલ મીડિયા મારફતે મળ્યા હતા અને તે દરમિયાન આરોપીએ યુવતીને હરણી તળાવ પાસે બોલાવી હતી અને વાત કરવાના બહાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ, આરોપી અને ભોગ બનનાર પરિણીત હોવાનું ખુલ્યું છે.

ચપ્પુ બતાવી યુવતી સાથે બે વખત દુષ્કર્મ આચર્યુ

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે 27 વર્ષની યુવતી સાથે ઇન્ટાગ્રામ થકી આરોપી પરિચયમાં આવ્યો હતો અને વાત કરવાના બહાને એકટીવા ઉપર હોટલ લઈ ગયો હતો અને બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ તો ગોલ્ડન ચોકડી પાસેની એક હોટલમાં આ ઘટના બની હતી. શહેરના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં સાનિધ્ય ટાઉનશીપમાં રહેતો સાગર અરૂણભાઈ મકવાણા (ઉ.૩૦) આજવા રોડ વિસ્તારમાં એમડી ફિટનેસ જિમનો સંચાલક છે. સાગર મકવાણા એક સપ્તાહ અગાઉ વાડીની 27 વર્ષની યુવતી સાથે ઇન્ટાગ્રામ થકી પરિચયમાં આવ્યો હતો.

સાગર અને પીડિતા બંને પરિણીત છે

પીડિતાને SSGમા લઈ જવાઈ હતી. ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ઓળખ થયા બાદ યુવતીને વિશ્વાસમાં લઈ સાગરે તેનો મોબાઈલ ફોન નંબર મેળવી લીધો હતો. બોડી બિલ્ડર સાગરે વાતચીત કરવા માટે યુવતીને ગઈકાલે સાંજે હરણી તળાવ પાસે બોલાવી હતી. યુવતી ગયા બાદ સાગર વાતચીત કરવાના બહાને તેણે એક્ટિવા પર બેસાડી ગોલ્ડન ચોકડી લઈ ગયો હતો. રૂમની અંદર સાગરે યુવતીને ચપ્પુ બતાવી ધમકાવી હતી. જે બાદ યુવતીને મારી નાંખવાનો ડર બતાવી બે વખત દુષ્કર્મ કર્યું હતું. 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here