Vadodara: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

0
9

વડોદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલી હરણીની જયઅંબે સ્કૂલમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનિની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઇ પરિવારજનોએ સ્કૂલમાં જઇ હોબાળો મચાવ્યો હતો.

વડોદરાના હરણી સ્થિત અંબે સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. PTના ટીચર પંથેશ પંચાલ ખરાબ દાનતથી અડકતા હોવાના વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યા છે. શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતીને લઇ વાલીને જાણ કરી હતી. પરિવારજનોએ શાળા સંચાલક પાસે જઈ હોબાડો મચાવ્યો હતો. શાળા સંચાલકોએ પીટી ટીચર પંથેશ પંચાલને ટરમીનેટ કર્યો છે. વિદ્યાર્થિનીના વાલીઓએ લંપટ શિક્ષક પંથેશ પંચાલ સામે પોલીસ કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના માતા-પિતાને કરતી કરી હતી. વિધાર્થીનીના માતા પિતાએ તાત્કાલિક આ શિક્ષક વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાય તે હેતુથી શાળાના આચાર્યને આ ઘટના અંગે ફરિયાદ કરી હતી. જેથી શાળાના સંચાલકોએ પીટી ટીચર પંથેશ પંચાલને છૂટો કર્યો હતો. સમાજમાં શિક્ષકએ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા પ્રથમ સ્તંભ સમાન ગણાય છે. જ્યારે શિક્ષક જ આવું બિભત્સ વર્તન કરતા હોય તે સમગ્ર શિક્ષણ જગત માટે શરમજનક બાબત કહેવાય. આ બનાવથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here