વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ ધવૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ અને વ્રજરાજકુમારજી મહારાજ સહિત વિવિધ સંપ્રદાયના વડાઓના આશીર્વાદ લીધા હતા. તે સાથ સાંસદ ડો. હેમાંગ જોશી સાથે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ખાતે શહેર-જિલ્લાના તમામ
.

આ બેઠકમાં વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ, જીઆઈડીસી, મકરપુરા., સાવલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રમણ ગામડી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ડભોઇ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તે હેતુથી મહાનગર અધ્યક્ષે મંતવ્યો અને વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.

આ ઉપરાંત આગામી સમયમાં વડોદરાનો વિકાસ કેવી રીતે વધારી શકાય તે માટેના સૂચનો તથા મંતવ્યો પ્રમુખે લીધા હતા. ઔદ્યોગિક એકમોના વડાઓને વડોદરાના વિકાસમાં સહભાગી થવા શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની અને સાસંદ ડો. હેમાંગ જોશીને ખાતરી આપી હતી.