શહેરા નગરના અણીયાદ રોડ તેમજ શહેરા તાલુકાના મોર ઊંડારા, રમજીની નાળ ખાતેથી રૂા.1.30 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.ગોધરા ખાણખનીજ વિભાગની ટીમ રૂટિન ચેકિંગમાં હતી,
ત્યારે શહેરા ખાતે અણીયાદ રોડ ઉપર ગ્રેનાઈટ ભરેલા 2 ટ્રેલર જઈ રહ્યા હોવાની બાતમી આધારે શહેરા પોલીસને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ જઈ ગ્રેનાઈટ ભરેલા 2 ટ્રેલર રૂ.1 કરોડ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેને સીઝ કરી ગોધરા કલેકટર કચેરી ખાતે રાખ્યો હતો.જ્યારે શહેરા તાલુકાના મોર ઊંડારા અને રમજીની નાળ ગામે પાનમ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ રેતી નું વહન કરતા કુલ 6 ટ્રેકટર ઝડપી પાડી રૂ.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ ટ્રેકટરને સીઝ કરી ગોધરા કલેકટર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો.