Vadodara: વાઘોડિયામાં શ્રમિકો વચ્ચે થઈ બબાલ, 1 વ્યક્તિની થઈ હત્યા

0
11

વડોદરામાં અડધી રાત્રે માથા કૂટ થતાં ખુની ખેલ ખેલાયો છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં શ્રમિકો વચ્ચે કોઈ બાબતે માથા કૂટ સર્જતા મારામારી થઈ છે અને આ ઝઘડામાં એક વ્યક્તિની હત્યા છે. વાઘોડિયાના નિમેટા નર્મદા કેનાલ પાસે નર્મદા નિગમની બિલ્ડીંગમાં મોડી રાત્રે શ્રમિકો વચ્ચે અગમ્ય કારણોસર વિવાદ થયો હતો અને આ વિવાદમાં બે શ્રમિકો ઉશ્કેરાય ગયા અને એક શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો છે.

પાઇપલાઇનની કામગીરી દરમિયાન શ્રમિકો વચ્ચે થઈ માથાકૂટ

અંડરગ્રાઉન્ડ લોખંડની પાઈપ લાઈનની કામગીરીનું કામ શ્રમિકો કરતા હતા. આજવાથી વડોદરા સુધી અંડરગ્રાઉન્ડ લોખંડની પાઈપલાઈનની કામગીરી હાલમાં આ વિસ્તારમાં ચાલી રહી છે. રાહુલસિંગ તેમજ સદાનંદ પપ્પુ નામના શ્રમિકોએ સંજય કુમાર સિંગ સત્યનારણ નામના શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો છે. શરીરના ભાગે તેમજ માથાના ગંભીર માર મારતા ઈજાઓ પહોંચી છે અને શ્રમિકનું મોત થયું છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને રાહુલસિંગ અને સદાનંદ પપ્પુ નામના હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાં સગાઈ માટે બોલાવી પરિવારને માર માર્યો

અમદાવાદમાં સગાઈ માટે બોલાવી પરિવારને માર મારવામાં આવ્યો છે. નિકોલના અનમોલ એવન્યુમાં બોલાવી માર માર્યો છે. સગાઈ માટે બોલાવી પતિ, પત્ની અને પુત્રને માર માર્યો છે. પરિવારને માર મારતો વીડિયો વાયરલ થયો છે. નિકોલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભાવનગરના ચાવડીગેઇટમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ છે. બે જૂથ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર મારામારી થઈ છે. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here